Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિપક્ષના નેતાની વરણી ફરી ટળી : કાર્યકારી વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા

gujarat-congress-leaders
ગાંધીનગર, 22 જાન્યુઆરી: વિપક્ષી નેતાની પસંદગી માટે આજે 22મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર વિધાનસભા ખાતે કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક મળી હતી. જો કે તેમાં વિપક્ષના નેતાની પસંદગી ફરી એક વાર ટળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે મોવડીમંડળ કરશે. આગામી ચાર - પાંચ દિવસમાં નિર્ણય લેવાશે. આ માટે દિલ્હીથી શીલા દીક્ષિત અને નિરીક્ષક મોહનપ્રકાશ આવ્યા હતા. કાર્યકારી વિપક્ષના નેતા તરીકે મોહનસિંહ રાઠવાની સર્વસંમતિથી નિયુક્તિ કરવામાં આવી છે.

આ બેઠકમાં રાહુલ ગાંધીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેના પદ ગ્રહણને આવકારવામાં આવ્યું હતું. જ્યારે મોરવા હડફના ધારાસભ્ય સવિતાબેન ખાંટનું અવસાન થયું હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભા ભવન ખાતે મંગળવારે સવારે 10.30 કલાકે મળેલી આ બેઠકમાં વિપક્ષી નેતાની વરણી કરવામાં આવશે એમ માનવામાં આવતું હતું.

વિપક્ષી નેતાના પદ માટે હાલમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાનું નામ મોખરાના સ્થાને આવે છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એવી અટકળો સેવાઇ રહી છે કે શંકરસિંહ વાઘેલા વિપક્ષી નેતાના પદ માટે રાજી નહીં થાય. જો તેઓ વિપક્ષી નેતા પદ નહીં સ્વીકારે તો તેમના બાદ મોહનસિંહ રાઠવા, રાઘવજી પટેલ તેમજ પુંજાભાઇ વંશના નામનો ઉલ્લેખ થઇ રહ્યો છે.

વિઠ્ઠલ રાદડિયા વિપક્ષી નેતા બનવા માટે અડિખમ

વિપક્ષી નેતાના પદ માટે કોંગી ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ પોતાના નામનો દાવો કર્યો છે. જોકે પક્ષ રાદડિયાને વિપક્ષી નેતા બનાવે તેવા મૂડમાં નથી. રાજકિય વિશ્લેષકો એવી આગાહી કરી રહ્યા છે કે જો રાદડિયાની વિપક્ષી નેતા તરીકે પસંદગી કરવામાં ના આવી તો પક્ષમાં ઉથલપાથલ થઇ શકે છે. આ પહેલા પણ વિઠ્ઠલ રાદડિયાએ પક્ષના હાઇકમાન્ડની ઉપરવટ જઇને સંસદમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે રાદડિયા ભાજપ તરફી હવામાં ઉડશે તેવી ચર્ચા પણ વહેતી થઇ છે. જોકે આવતીકાલે પક્ષની બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને તેના શું પરિણામ આવે છે એ તો સમય જ નક્કી કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X