ગુજરાત : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછું

ગાંધીનગર, 3 જૂન : આજે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (જીએચએસઇબી) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 66.51 ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 5,32,776 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. કુલ વિદ્યાર્થીઓમાંથી 5,18,623 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતા. તેમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3,44,938 છે. આ વર્ષે છેલ્લા 8 વર્ષનું સૌથી નીચું પરિણામ આવ્યું છે.

આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 66.43 ટકા, વ્યવસાયી પ્રવાહનું પરિણામ 74.03 ટકા અને ઉત્તર બુનીયાદી પ્રવાહનું પરિણામ 73.95 ટકા છે. ધોરણ 12 સમાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ઝાલોદ છે, જેનું પરિણામ 97.71 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર દ્વારકા છે, જેનું પરિણામ 35.74 ટકા આવ્યું છે. જિલ્લાવાર પરિણામની સ્થિતિ જોઇએ તો સૌથી વધુ પરિણામ સાબરકાંઠા જિલ્લાનું 81.91 ટકા નોંધાયું છે અને સૌથી ઓછુ પરિણામ પોરબંદર જિલ્લાનું 47.13 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓનું પરિણામ 75.85 ટકા આવ્યું છે. તો ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓનું પરિણામ 66.30 ટકા આવ્યું છે.

result 2013
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યું હોવાથી અનેક વિદ્યાર્થીઓ સવારથી જ ઓન લાઇન પરિણામ મેળવી લીધું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. જાહેર થયેલા આ પરિણામ વિદ્યાર્થીઓનું પરિણામ 60.36 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 75.96 ટકા નોંધાયું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં સોમવારે જાહેર થયેલા પરિણામમાં એ1 ગ્રેડમાં માત્ર 92 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે આ એ1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 107ની હતી. એ2 ગ્રેડ સાથે 6602 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 65 છે, જે ગત વર્ષે 199 હતી. 1 વિષયમાં સુધારવાની જરૂરિયાત હોય તેવા 97337 વિદ્યાર્થી છે. જેની સંખ્યા ગત વર્ષે સંખ્યા 80,000 હતી. આ વર્ષે પરીક્ષામાં ગેરરીતિનાં 82 કિસ્સા નોંધાયા હતા.

છેલ્લા 8 વર્ષની પરિણામની સ્થિતિ આ મુજબ છે :

વર્ષ 2006માં 91.00 ટકા પરિણામ
વર્ષ 2007માં 89.00 ટકા પરિણામ
વર્ષ 2008માં 87.00 ટકા પરિણામ
વર્ષ 2009માં 85.00 ટકા પરિણામ
વર્ષ 2010માં 86.00 ટકા પરિણામ
વર્ષ 2011માં 77.00 ટકા પરિણામ
વર્ષ 2012માં 68.44 ટકા પરિણામ
વર્ષ 2013માં 66.51 ટકા પરિણામ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X