For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 મે: રાજ્યમાં વસતા તમામ શહેરી વિસ્તાર અને છેવાડામાં આવેલ ગ્રામીણ વિસ્તારોના પ્રજાજનોને પીવાનું પાણી પહોંચાડવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમગ્ર રાજ્યમાં ૧.૨૦ લાખ કી.મી. કરતાં પણ વધુ પાઇપ લાઇનું નિર્માણ કર્યુ છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ છે.

આ ઉપરાંત રાજ્યમાં ૨,૩૯૨ કિ. મી. જેટલી બલ્ક પાઇપ લાઇન નાંખવામાં આવી છે અને આ બલ્ક પાઇ લાઇન અને વોટર ગ્રીડતી પાણી રાજ્યના મોટા ભાગના તમામ વિસ્તારોમાં નિયમિત રીતે પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે અને પીવા ના પાણીના ૩૮,૨૫૪ લાખ લીટર પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ઉભી
કરાઇ છે.

gujarat-no-1

રાજ્યમાં લોકોને પીવાનું પાણી મળે તેટલું જ નહિ પરંતુ શુદ્ધ પાણી મળે તે માટે પાણી પુરવઠા બોર્ડ ૨૮૦ કરોડ લીટરની ક્ષમતાના ૧૫૬ ફીલ્ટર પ્લાન્ટ ઉભા કર્યા છે. આમ પાણી પુરઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઘનિષ્ટ પ્રયાસોથી રાજ્યના ૧૧૨૩૫ ગામો અને ૧૩૧ શહેરોને જોડી દેવામાં આવેલ છે, અને બાકીના ૭,૦૦૦ ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી પુરું પાડવામાં આવે છે. આમ, કાયમી ધોરણે પાણીની ખેંચ અનુભવતા કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવામં સફળતા મળી છે.

English summary
Gujarat Water Supply Grid built on top of the whole country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X