ગુજરાતની 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ મીટિંગ આજે મળી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પરિણામ 20 ડિસેમ્બર, 2012ના રોજ જાહેર થવાનું છે ત્યારે તેના આગલા દિવસે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 12મી વિધાનસભાની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ, ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલ, નાણા મંત્રી વજુભાઇ વાળા સહિતના પ્રધાનોની બેઠક મળી હતી.
બેઠકનો મુખ્ય એજન્ડા ગુજરાતની ભાજપ સરકારની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા ચર્ચા કરવાનો હતો. બુધવારે સવારે સચિવાલયમાં સવારે 11 વાગે શરૂ થયેલી બેઠકમાં તમામ મંત્રીઓએ પોતાના મંત્રાલયોની કામગીરી અંગેનો કાર્ય અહેવાલ રજૂ કર્યો હતો. સરકારની મહત્વની કામગીરીઓ અને કયા ક્યો બાકી રહ્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટમાં આગામી સમયમાં સરકાર ફરી સત્તા ઉપર આવે તો શું કામગીરી કરવી, જાન્યુઆરીમાં આવી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટના આયોજન અને તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
