For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણી આ વખતે મહેસાણાથી કરશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મહેસાણામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની તડામાર તૈયારી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ બે દિવસીય કાર્યક્રમ

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આ વખતે મહેસાણા જિલ્લામાં ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી હોઇ અલગ માહોલ ઉભો થયો છે. મહેસાણા જિલ્લા પ્રશાસન દ્વારા ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આગામી ૨૫ જાન્યુઆરી અને ૨૬ જાન્યુઆરીએ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીના અલગ અલગ કાર્યક્રમો થનાર છે. ૨૬ જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત આજે જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીના અધ્યક્ષ સ્થાને બુધવારે છેલ્લુ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન,સલામી,પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન સહિતનું રીહર્સલ કરાયું હતું. આ ઉપરાંત પરેડ નિરીક્ષણ,હર્ષ ધ્વનિ,પરેડ માર્ચ પાસ્ટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

pared

નોંધનીય છે કેમહેસાણા જિલ્લામાં ૬૯ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે જે સંદર્ભે મુખ્યમંત્રી ગુરૂવાર અને શુક્રવારે મહેસાણા જિલ્લાના મહેમાન બનશે. આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે વિસનગર ખાતે ગુજરાત સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકાશે. આ ઉપરાંત સરકીટ હાઉસ ખાતે સાંજે આમંત્રીત મહાનુભાવો માટે એટહોમ કાર્યક્રમ અને મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે જાહેર જનતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.વધુમાં ઉજવણીના ભાગ રૂપે ફાઇન આર્ટસના વિધાર્થીઓ દ્વારા વોલ ચિત્ર પેઇન્ટ કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલા જાહેર સ્થળોની દિવસો અને કમ્પાઉન્ડ વોલ ઉપર વિવિધ ચિત્રો દોરીને નાગરીકોને વિવિધ સંદેશાઓ આપવામાં આવેલ છે.જેમા નશાબંધી,સ્વચ્છતા અભિયાન,ભુણ હત્યા નિવારણ,આરોગ્ય અને પ્રવાસન જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

English summary
Gujarat : 26 Republic day will celebrated in Mehsana this time. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X