ગુજરાતને સુરક્ષિત કરવા માટે લગાવાશે 7463 સીસીટીવી કેમેરા

Subscribe to Oneindia News

ગુજરાતમાં વધતી ગુનાખોરીને અટકાવવા માટે 34 શહેરો અને 6 ધાર્મિક સ્થળોએ એક સાથે 7463 સીસીટીવી કેમેરા ટૂંક સમયમાં લગાવવામાં આવશે. આ અંગે વાત કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, સલામતી અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે Safe & Secure Gujarat પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 34 શહેરો, જિલ્લા મથકો અને 6 ધાર્મિક સ્થળોએ એમ કુલ 40 શહેરોને cctv સુવિધાથી સજ્જ કરવાનો એક અગત્યનો નિર્ણય કર્યો છે.

cctv

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરને સમાવામાં આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારે આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટમાં રાજ્યના તમામ કંટ્રોલરૂમ કેન્દ્ર સાથે કંટ્રોલ રૂમ સાથે જોડાશે જેથી તેના અમલીકરણ બાદ સર્વે લન્સ, ટ્રાફીક અને ગુનાખોરી પર ચાંપતી નજર રાખી શકાશે. આ પ્રોજક્ટમાં છ ધાર્મિક સ્થળોમાં અંબાજી, ડાકોર, દ્વારકા, પાલીતાણા, સોમનાથ અને પાવાગઢને સમાવેશ આવ્યો છે અને ગુજરાતના 34 શહેરોમાં કુલ 7463 કેમેરા લગાવવામાં આવશે.

English summary
gujarat: 7463 cctv camera will be installed Under the Safe and Secure Project

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.