આજથી ગુજરાતમાં 75 લાખ ભૂલકાંઓને રસી પીવડાવવાનો આરંભ

મુખ્યમંત્રીએ ગુજરાતમાં પલ્સ પોલિયો રસીકરણની સઘન ઝૂંબેશ અને અંતરિયાળ વિસ્તારોને પણ આવરી લેવાની કાર્ય સંસ્કૃતિની ફલશ્રૃતિએ રાજ્યમાં 2007 પછી એક પણ પોલિયો કેસ નોંધાયો ન હોવાનો ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં આ અભિયાનને સમાજસેવા - સમાજ જાગૃતિ તરીકે ગ્પાડી લેવાનું આહ્વાન કરતાં પ્રત્યેક નાગરિક પલ્સ પોલિયો અભિયાનના આ દિવસને સમયદાન દિવસ તરીકે ઉજવી દરેક ઘરમાં નાનાં ભૂલકાંને, તેના વાલીઓને ટીપાં પિવડાવવા પ્રેરિત કરે તેવો હાર્દભર્યો અનુરોધ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વય સુધીના 75 લાખ ભૂલકાંઓને 30 હજાર ઉપરાંત રસીકરણ બૂથ દ્વારા 1.25 લાખ આરોગ્ય સેવા કર્મીઓ પલ્સ પોલિયોના ટીપાં પહોંચાડી રહ્યા છે તે માટે મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓ અને સેવા કર્મીઓને અભિનંદન આપ્યા હતા.
શિયાળાની ઠંડીની ખુશ્નુમા સવારે મોટી સંખ્યામાં માતાઓ પોતાના વ્હાલસોયાં ભૂલકાંઓને ટીપાં પિવડાવવા ઉપસ્થિત રહી હતી. આરોગ્ય પરિવાર કલ્યાણના ઉચ્ચ અધિકારીઓ, વરિષ્ઠ સચિવો રાજેશ કિશોર, તનેજા, સંજયપ્રસાદ તથા તબીબો, આરોગ્ય સેવા કર્મીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
