ગુજરાતઃ 92 વર્ષના રજાકભાઈથી હાર્યો કોરોના, 20 દિવસ બાદ રિકવર થઈને ઘરે આવ્યા

ગુજરાતમાં ભાવનગરના રહેવાસી 92 વર્ષના કોરોના દર્દી રિકવર થઈ ગયા છે.

ગુજરાતમાં ભાવનગરના રહેવાસી 92 વર્ષના કોરોના દર્દી રિકવર થઈ ગયા છે. તેમની ઓળખ રજાકભાઈ કાદરી તરીકે થઈ. કોરોના વાયરસના લક્ષણ મળવા પર કાદરીએ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પૉઝિટીવ આવતા 28 માર્ચે તે હોસ્પિટલાઈઝ્ડ થયા. તેમને આઈસોલેશન વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમનો નિરંતર ઈલાજ ચાલી રહ્યો હતો. જેના કારણે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. ગુરુવારે કાદરીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

92 વર્ષીય વૃદ્ધથી હાર્યો કોરોના

92 વર્ષીય વૃદ્ધથી હાર્યો કોરોના

આટલા વૃદ્ધ હોવા છતાં કોરોના તેમની આગળ હારી ગયો. જીવ બચાવવા બદલ રજાકભાઈએ ડૉક્ટરોનો આભાર માન્યો. રજાકભાઈ ઉપરાંત બીજા બે દર્દીઓને પણ હોસ્પિટલમાં રજા મળી છે. આમાં 38 વર્ષીયઆસિફ પીઠડિયા અને 50 વર્ષીય ટેલિયા શામેલ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આસિફ પીઠડિયા 8 એપ્રિલે ભરતી થયા હતા.

રાજ્યભરમાં 74 દર્દી રિકવર થયા

રાજ્યભરમાં 74 દર્દી રિકવર થયા

વળી, ફારુખ ટેલિયાને 9 એપ્રિલે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બધાનો સરકારી ગાઈડલાઈન મુજબ ઉપચાર ચાલ્યો અને પછી જે રિપોટ આવ્યો તેમાં તેમને રાહત મળી. રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બધાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. તેમની સાથે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 74 થઈ ગઈ છે.

આખા ગુજરાતમાં અત્યાર સુધી 38 મોત

આખા ગુજરાતમાં અત્યાર સુધી 38 મોત

રાજ્યમાં આરોગ્ય વિભાગે શુક્રવારે માહિતી આપી કે કુલ કેસોની સંખ્યા 1021 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 38 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે. સ્થાનિક શાખા તરફથી જણાવવામાં આવ્યુ છે કે આખા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી 66 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. અહીં 7 લોકોના મોત થયા છે.

આ જિલ્લામાં નથી પહોંચ્યો કોરોના

આ જિલ્લામાં નથી પહોંચ્યો કોરોના

વળી, હજુ સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી તેમજ દેવભૂમિ દ્વારકા એવા જિલ્લા છે કે જે કોરોના વાયરસ પહોચ્યો નથી. થોડા દિવસ પહેલા સુધી રાજ્યમાં એવા જિલ્લાઓની સંખ્યા એક ડઝન હતી પરંતુ બાદમાં જેમ જેમ સંક્રમિત લોકો આ વિસ્તારમાં પહોંચ્યા, નવા દર્દીઓ પણ મળતા ગયા. એક ડઝનથી વધુ જિલ્લાઓમાં કોરોનાના દર્દી સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X