ગુજરાતઃ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં થશે ભરતી
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોવિડ-19 પૉઝિટીવ થઈ ગયા છે. 92 વર્ષીય કેશુભાઈ પટેલના પરિવારે જણાવ્યુ કે તેમનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તે કોરોના સંક્રમિત મળી આવ્યા છે. હાલમાં જ પૂર્વ સીએમની બાયપાસ સર્જરી થઈ હતી. આ ઉપરાંત તે પ્રોસ્ટેટ કેન્સર સામે પણ ઝઝૂમી રહ્યા છે. સાવચેતી રૂપે કેશુભાઈ પટેલનુ સીટી સ્કેન કરાવવામાં આવ્યુ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપવામાં આવ્યા છે. ડૉક્ટર્સ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કેશુભાઈ પટેલ ત્રણ વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ ઘણા દશકથી રાજકીય તેમજ સામાજિક જીવનમાં સક્રિય રહ્યા છે. મળતી માહિતી મુજબ તે ગાંધીનગરમાં સરકારી બંગલામાં રહે છે. કોરોના પૉઝિટીવ થયા બાદ ડૉક્ટરોએ તેમને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી છે. કેશુભાઈ સાથે રહેતા તેમના અંગત સ્ટાફ તેમજ છેલ્લા થોડા સમયમાં તેમને મળવા આવેલ લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. અત્યાર સુધી અહીં 1.19 લાખથી વધુ સંક્રમિત અને 99,681 લોકો રિકવર થઈ ચૂક્યા છે. મહામારીથી અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોના વાયરસ મહામારીનુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 96,424 નવા કેસ સામે આવ્યા અને 1174 મોત થયા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 52,14,678 થઈ ગઈ છે જેમાં 10,17,754 સક્રિય કેસ, 41,12,552 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રન્ટ અને 84,372 મોત શામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર 17 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 6,15,72,343 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન