Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ગુજરાત ACBએ રજૂ કર્યું ભ્રષ્ટાચાર વિરોધી એંથમ સોન્ગ

અમદાવાદ, 19 ફેબ્રુઆરી: આને સમય માંગ કહીએ અથવા તો ભ્રષ્ટાચાર વિરૂદ્ધ રસ્તાથી લઇને સત્તા સુધી ચાલી રહેલો વિરોધ. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી સભાઓમાં ભ્રષ્ટાચર મુક્ત સુશાસનની વાતો કરી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ મંગળવારે એક વીડિયો સોન્ગ જાહેર કર્યું છે.

એન્ટી કરપ્શન બ્યૂરોના આ એંથમ સોન્ગને સોશિયલ નેટવર્કિંગ સાઇટ યૂટ્યૂબ પર મુકવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આ ગીતના બોલ છે- ખતમ થાય ભ્રષ્ટાચાર. રાજ્યના ગૃહવિભાગના વધારાના મુખ્યસચિવ એસકે નંદાએ આ વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે 'ભ્રષ્ટાચાર એક સામાજિક દૂષણ છે અને તેને ખતમ કરવો જોઇએ. રાજ્ય સરકારે તેને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે કેટલાક પગલાં ભર્યા છે પરંતુ લોકોનો સહયોગ અને જાગૃતતા પણ જરૂરી છે.

બસ સ્ટોપ, શૈક્ષણિક સંસ્થાઓમાં બતાવવામાં આવશે વીડિયો
એસકે નંદાએ આગળ કહ્યું હતું કે લોકોએ ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ વિશે જાગૃત કરવા માટે આ વીડિયો બસ સ્ટોપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા મલ્ટીપ્લેક્સ જેવા સાર્વજનિક સ્થળો પર બતાવવામાં આવશે. આ સાથે આ એસીબીનો આધુનિક બનવાનો પણ પ્રયત્ન છે.

વીડિયોમાં જુઓ એન્ટી કરપ્શન બ્યૂરોનું ગુજરાત એંથમ સોન્ગ:

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/2VD-DAzu6Wk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X