VIDEO: આવો અકસ્માત નહિ જોયો હોય ક્યારેય, કારે હવામાં પલટી ખાધી
ગુજરાતના અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ખતરનાક અકસ્માત જોવા મળ્યો. દૂર્ઘટના એટલી ખતરનાક હતી કે ઘટના સ્થળે હાજર સાક્ષીઓના હોશ ઉડી ગયા. ઘટના સ્થળે હાજર લોકોના શ્વાસ પળભર માટે થંભી ગયા. વાસ્તવમાં એસજી હાઈવે પર ગુરુવારે પૂરઝડપે આવી રહેલી એક કારનુ ફ્રંટ સાઈડ વ્હીલ કોઈ કારણસર જામ થઈ ગયુ હતુ. જેના કારણે કાર 15 ફૂટ સુધી પલટી ખાતી રહી.

ઘટના સીસીટીવીમાં કેદ
દૂર્ઘટનાની સૂચના પોલિસને આપવામાં આવી. દૂર્ઘટનાની માહિતી મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને કેસની તપાસમાં લાગી. જો કે આ ખતરનાક દૂર્ઘટના પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એસજી હાઈવે પર ટ્રાફિક ઈસ્કોન બ્રીજથી ગાંધીનગર તરફ જઈ રહ્યો છે.

લગભગ 15 ફૂટ દૂર પડી કાર
આ દરમિયાન ઝડપથી આવી રહેલી એક કાર આગળથી વળી રહી છે. રોડની સાઈડમાં આવેલ ડિવાઈડરથી ટકરાવાના કારણે કાર હવામાં ઉડે છે. જો કે એ સમયે નીચેથી જઈ રહેલ સાઈકલ સવાર માંડ માંડ બચી જાય છે. બાદમાં પલટી ખાઈ ગયેલ કારમાંથી બે જણ નીકળે છે. વાસ્તવમાં કારનુ ફ્રંટ વ્હીલ જામ થઈ જવાના કારણે આ દૂર્ઘટના બની. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ડ્રાઈવર ભાગી ગયો
જો કે કારની ફ્રંટ સાઈડના ફૂરચેફૂરચા નીકળી ગયા. સાથે જ ત્યાં સ્થિત સાઈન બોર્ડના થાંભલા તૂટી ગયા અને કારના કાચ રસ્તા પર વિખેરાઈ જવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. દૂર્ઘટના થયા બાદ કાલ ચાલક ત્યાંથી ભાગી ગયો.
આ પણ વાંચોઃ આર્થિક સર્વે સંસદમાં રજૂ કરાયો, 2020-21માં 6 થી 6.5% જીડીપીનુ અનુમાન