ગુજરાત ચૂંટણીમાં મતોનું રાજકારણ : નવા મધ્યમ વર્ગને આકર્ષવા હરિફાઇ

bjp-rupee-cong
ગાંધીનગર, 4 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને આડે માત્ર 10 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં કઇ પાર્ટીએ કયા ઉમેદવારોને ટિકીટ આપી, કોનું પત્તું કપાયું, કોને સૌથી વધારે અસંતોષ નડશે, પક્ષ પલટો કરનારા કાર્યકરો વગેરે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. ચૂંટણીમાં ગરમાવો લાવવા માટે પક્ષોએ જોરદાર આક્ષેપબાજી શરૂ કરી છે. આ ગતિવિધિમાં એક નવું પરિબળ બહાર આવ્યું છે જેની ચર્ચા કર્યા વિના આ વખતની ચૂંટણીઓનું વિશ્લેષણ અધૂરું રહે એમ કહી શકાય. આ વખતની ચૂંટણીઓમાં પાર્ટીઓએ વિકાસના કાર્યોની સાથે નવા મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ બાબત ગુજરાત પ્રદેશ ભાજપે 3 ડિસેમ્બર, 2012ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા 'સંકલ્પ પત્ર'માં સ્પષ્ટ રીતે જોવા મળી હતી. નરેન્દ્ર મોદીએ ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે "છેલ્લા એક વર્ષમાં વિકાસ ક્ષેત્રે ભરેલી હરણફાળના પગલે ગુજરાતમાં મધ્યમ વર્ગીય કુટુંબોની સંખ્યા વધી છે. આ નવા મધ્યમ વર્ગને ઓળખવો જોઇએ અને તેમના માટે અલગથી કલ્યાણ યોજવાઓ ઘડાવી જોઇએ. આ કુટુંબોની આવક અને અન્ય માપદંડોના આધારે તેમના માટે કલ્યાણ યોજનાઓ બનાવવી જોઇએ."

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના જંગ માટે ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે તૈયાર કરેલી યાદી અનુસાર પ્રથમ તબક્કાની 87 બેઠકો પર 846 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલવાના છે એ નક્કી થયું છે. જ્યારે બીજા તબક્કાની 95 બેઠકો પર કુલ 820 ઉમેદવારો મેદાન - એ - જંગમાં ઉતર્યા છે. ગુજરાતમાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસ અને કેશુભાઇ પટેલે હાથ મિલાવ્યા છે. જ્યારે નવા સીમાંકન સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ભાજપે નો રિપિટ થિયરીને રિપિટ કરી નથી.

તાજેતરમાં નિતિ સેન્ટ્રલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં મતદારોના નિર્ણાયક પરિબળોમાં ઉમેદવારોનું પરફોર્મન્સ, મતવિસ્તારમાં કરવામાં આવેલો વિકાસ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વિકાસ છે.

સર્વે અનુસાર ભાજપને સારું ભણેલા અને સારી નોકરી કરનારા વર્ગમાંથી 50 ટકાથી વધારે સમર્થન મળશે. જ્યારે ઓછું ભણેલા અને સાર નોકરી નહીં કરનાર વર્ગમાંથી 37 ટકા ઓછું સમર્થન મળી શકે છે. આ વલણ ગામડાંઓમાં પણ લાગુ પડે છે.

બીજી તરફ કોંગ્રેસને ઓછું ભણેલા વર્ગ અને છૂટક રોજગારી મેળવતા વર્ગમાંથી વધારે સમર્થન મળી શકે એમ છે. આ વર્ષે કોંગ્રેસનું સમર્થન કરતા આવા મતદારોની વફાદારીમાં 11 ટકાનો વધારો થશે. ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રમાણ 13 ટકાના દરે વધશે.

રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠાની 21 વિધાનસભા મતવિસ્તારોમાં મળેલા રિસ્પોન્ડન્ટ્સ ગરીબ કલ્યાણ મેળાઓનો લાભ મેળવે છે. અહીંના મતદારોમાં 57 ટકા લોકોને યોજનાની માહિતી છે તેમાંથી 46 ટકા લોકોએ તેની અસરકારકતા માટે સરાહના કરી છે.

બીજી તરફ આણંદ, ગાંધીનગર, ખેડા અને વડોદરાની 31 બેઠકોમાં 60 ટકા લોકોને ગરીબ કલ્યાણ મેળાની ખબર છે. તેમાંથી 46 ટકા લોકોએ તેની અસરકારકતા બદલ તેને આવકારી છે. ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લાઓમાં આગલા બે ક્ષેત્રોની જેમ લોકોને યોજનાનો ખ્યાલ છે પણ તેનો લાભ મેળવનારા ઓછા છે.

બનાસકાંઠા, મહેસાણા, પાટણ મત વિસ્તારોની 20 વિધાનસભા બેઠકોમાં યુવાન મતદારોમાં વધારે જાગૃતિ જોવા મળી છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાઓના 23 મત વિસ્તારોમાં પણ યુવાનોમાં ગરીબ કલ્યાણ મેળાઓ અંગેની જાગૃતિ જોવા મળી છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરની 25 બેઠકોમાં જાગૃતિનું પ્રમાણ ઓછું છે.

હવે ચૂંટણી પંચે જ્યારે યુપીએ સરકારને કેશ ટ્રાન્સફર માટે મનાઇ ફરમાવી છે ત્યારે આ યોજનાને કારણે આકર્ષાયેલા મતદારો કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે. પંચે ફરમાવેલી મનાઇ કોંગ્રેસ માટે કોઇ મોટી નકારાત્મક અસર ઉભી કરે તેમ લાગી રહ્યું નથી.

આ કારણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાના મતદારોને આકર્ષવા માટે જે જાહેરાતો કરી હતી તેની વચ્ચે પણ કટ્ટર સ્પર્ધા થવાની શક્યતા જોવાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X