અમિત શાહે શરૂ કર્યું ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાન
ગુજરાતમાં ભાજપે ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી લીધી છે. આ માટે અમિત શાહ આજે નારણપુરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનની શરૂઆત કરાવી હતી. વધુ વાંચો અહીં
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાલ ગુજરાતના પાંચ દિવસની મુલાકાતે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ માટે જ અમિત શાહે મંગળવારથી ઘરે ઘરે જઇને ભાજપનો પ્રચાર શરૂ કર્યો છે. અમિત શાહે આજે અમદાવાદના નારણપુરામાંથી ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં આવનારા દિવસોમાં ભાજપના અન્ય નેતાઓ પણ જોડાશે. અને આ મહા સંપર્ક અભિયાન દ્વારા ઘરે ઘરે જઇ ભાજપ લોકો સાથે સંપર્ક બનાવશે અને ભાજપની વિવિધ નીતિઓથી લોકોને જાણકાર કરશે.

ઉલ્લેખનીય છે કે નારણપુરા અમિત શાહના વિધાનસભા મતક્ષેત્રમાંથી આવે છે અને અમિત શાહ અહીં લાંબા સમયથી ચૂંટાઇને પણ આવે છે. ત્યારે આજે સોલારોડના ચાંદની એપાર્ટમેન્ટમાં અમિત શાહે ભાજપના અન્ય કાર્યકર્તા અને નેતાઓ સાથે મળીને લોકો સાથે વાતચીત કરી હતી. અને ચૂંટણી વખતે ભાજપને વોટ આપવાનું આહ્વાહન કર્યું હતું. તો લોકોએ પણ અમિત શાહને અહીં આવકાર્યા હતા.












Click it and Unblock the Notifications
