Gujarat Budget 2026: આવતીકાલથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, જાણો સંપૂર્ણ માહિતી
Gujarat Budget Session 2026: ગુજરાત વિધાનસભાના વર્ષ 2026ના બજેટ સત્રનો આવતીકાલ એટલે કે 16 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના વિકાસ અને આર્થિક ભવિષ્ય માટે આ સત્ર અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલનું સંબોધન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો જોવા મળશે.

પ્રથમ દિવસનું શિડ્યુલ: રાજ્યપાલના સંબોધનથી થશે શરૂઆત
બજેટ સત્રની શરૂઆત 16 ફેબ્રુઆરીએ બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે થશે. રાજ્યપાલના પ્રવચન બાદ ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત રહેશે અને ત્યારબાદ પુનઃ શરૂ થશે.
શોકદર્શક ઉલ્લેખ અને મહત્વના અહેવાલો
સત્રના પ્રથમ દિવસે CM ભૂપેન્દ્ર પટેલ ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકદર્શક ઉલ્લેખ રજૂ કરશે. આ ઉપરાંત, ગૃહના ટેબલ પર મહત્વના અહેવાલો પણ મૂકવામાં આવશે:
- મહત્વના રિપોર્ટ્સ: ગુજરાત નાણાકીય નિગમ, મહિલા આયોગ અને જીએમડીસી (GMDC) જેવા નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે.
- વટહુકમ: ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વટહુકમ અંગેનું નિવેદન પણ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઉપાધ્યક્ષ પદ માટે રસાકસી: ભાજપ vs કોંગ્રેસ
આ વખતે સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી આકર્ષણનું કેન્દ્ર બનશે. લાંબા સમય બાદ આ પદ માટે શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને છે:
- ભાજપનો દાવ: ભાજપ તરફથી પૂર્ણેશ મોદી મેદાનમાં છે, જેમના નામનો પ્રસ્તાવ મંત્રી જીતુ વાઘાણી રજૂ કરશે.
- કોંગ્રેસની રણનીતિ: વિપક્ષ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે, જેમનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે.
- ચૂંટણી પ્રક્રિયા: આ પદ માટેની પસંદગી 'ધ્વનિ મત' દ્વારા કરવામાં આવશે.
18 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
ગુજરાતનું વર્ષ 2026-27નું અંદાજપત્ર (બજેટ) આગામી 18 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત રાજ્યનું બજેટ રજૂ કરીને વિકાસના નવા રોડમેપની જાહેરાત કરશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
