For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ પેટા ચૂંટણી લડી રહેલ 18% ઉમેદવારો પર નોંધાયા છે ગુનાહિત કેસ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાગ લઈ રહેલ ઉમેદવારોમાંથી આ વખતે 18 ટકા ઉમેદવાર એવા છે જેમના પર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાગ લઈ રહેલ ઉમેદવારોમાંથી આ વખતે 18 ટકા ઉમેદવાર એવા છે જેમના પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ 18 ટકા ઉમેદવારોમાંથી સાત તો ગંભીર ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે. આ ખુલાસો એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ની રિપોર્ટથી થયો છે. એડીઆર અનુસાર કુલ 80 ઉમેદવારોના ચૂંટણી સોગંદનામાનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ જેમાંથી 18 ટકા ઉમેદવારોએ પોતાની સામે ગુનાહિત કેસ પેન્ડીંગ ઘોષિત કર્યા.

bjp

કઈ પાર્ટીના કેટલા ગુનાહિત ઉમેદવાર

આ ઉમેદવાર આગામી 3 નવેમ્બરે યોજાનાર ગુજરાત વિધાનસભાની આઠ સીટોની પેટા ચૂંટણીમાં ઉભા રહ્યા છે. પોતાના નામાંકન ભરાવા દરમિયાન ઉમેદવારોએ પોતાના વિશે માહિતી ચૂંટણી પંચની ઑફિસમાં શેર કરી છે. જેના આધારે એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પાર્ટીવાર ભારતીય આદિવાસી પાર્ટના 2 ઉમેદવારમાંથી એક, ભાજપના 8 ઉમેદવારમાંથી 3 ઉમેદવાર, કોંગ્રેસના 8 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર અને 53 અપક્ષ ઉમેદવારોમાંથી 8 ઉમેદવારોએ ખુદ પર ગુનાહિત કેસ ચાલી રહ્યા હોવાની વાત માની. તેમની સામે ગુનાહિત કેસ પેન્ડીંગ છે.

કઈ સીટો પર થવાની છે ચૂંટણી?

ગુજરાતમાં જે સીટો પર પેટાચૂંટણી થવાની છે તેમા કચ્છની અબડાસા, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબીની મોરબી-માળિયા, સુરેન્દ્રનગરની લીંબડી, વડોદરાની કરજણ, ડાંગીની ડાંગ વિધાનસભા, વલસાડની કપરાડા સીટ શામેલ છે. આ એ સીટો છે જેના પર આ વર્ષે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. હવે ઘણા મહિનાઓ બાદ આ બધી સીટો પર પેટાચૂંટણી થવાની છે.

10 રાજ્યોમાં પેટા ચૂંટણી

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચૂંટણી પંચે એલાન કર્યુ હતુ કે ગુજરાતની 8 વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે મતદાન થશે. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં પેટાચૂંટણી થશે. ત્યારબાદ 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ જારી કરવામાં આવશે.

પીએમ મોદીએ આપી વાલ્મીકિ જયંતિની શુભકામના, પુણ્યતિથિ પર ઈન્દિરા ગાંધીને કર્યા નમનપીએમ મોદીએ આપી વાલ્મીકિ જયંતિની શુભકામના, પુણ્યતિથિ પર ઈન્દિરા ગાંધીને કર્યા નમન

English summary
Gujarat Assembly By Election 2020: 18 Percent nominees have pending criminal cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X