ગુજ. વિધાનસભા: માસ્ક પહેરીને આવ્યા કોંગી ધારાસભ્યો

વિપક્ષી નેતાઓ દ્વારા ગૃહમાં મેડિકલ માસ્ક પહેરીને આવતા સ્પિકર વજુભાઇવાળાએ તેમને મોઢા ઉપરથી માસ્ક ઉતારી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત નિતિન પટેલે કોંગી નેતાઓને ગૃહમાંથી બહાર કરી દેવા જણાવ્યું હતું પણ સ્પિકર સત્તાપક્ષની વાત ગ્રાહ્ય રાખે એ પહેલા વિપક્ષે વોકઆઉટ કરી દીધું હતું.
વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારને માસ્ક પહેરીને જ જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં સ્વાઇન ફ્લુથી થઇ રહેલા મૃત્યુના પગલે ગૃહમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લુના કારણે મરનારાઓની સંખ્યા 124 સુધી પહોંચી ગઇ છે છતાં રાજ્ય સરકાર તેની સામે યોગ્ય પગલા ભરી રહી નથી.
એનસીપીના ધારાસભ્યએ પણ પોતનો કોંગ્રેસ સાથે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ માસ્ક પહેર્યું ન્હોતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લુના મુદ્દે વિપક્ષે ગઇકાલે મંગળવારે પણ વોકઆઉટ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
