પ્રચારનો પડઘમ થંભ્યો: મોદીની છેલ્લી સભા નિહાળો વીડિયોમાં

narendra modi
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચારઢોલ આજે શનિવારે પાંચ વાગ્યે થંભી ગયો. આ સાથે જ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કા માટેના પ્રચારનો અંત આવી ગયો છે. હવે 17 ડિસેમ્બરના રોજ બીજા ચરણનું મતદાન યોજાશે. મુખ્યમંત્રીએ અત્યાર સુધી રાજ્યમાં લગભગ 100 કરતાથી પણ વધારે સભાઓને સંબોધી હશે. અત્રે વનઇન્ડિયાએ આપને બતાવી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટેની નરેન્દ્ર મોદીની છેલ્લી પ્રચારસભા લાઇવ. જેનો રેકોર્ડેડ વીડિયો અત્રે મુકવામાં આવ્યો છે.

આ પહેલા નરેન્દ્ર મોદીએ 18 નવેમ્બરના રોજ 3-ડી ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં ચાર શહેરોની સભા સંબોધી હતી. જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ 29 નવેમ્બરના રોજ મોદીએ એક સાથે 26 સ્થળોને 3-ડી ટેકનોલોજી દ્વારા સંબોધી હતી. આ જ ટેકનોજીની મદદથી તેમણે 4 ડિસેમ્બરના રોજ એકસાથે 52 સ્થળોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે સભાને સંબોધી હતી. અને છેલ્લે તેમણે 14 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે 3ડી ટેકનોલોજી દ્વારા સભા સંબોધી. છેલ્લી 3ડી સભા પૂરી થતાની સાથે જ આ ટેકનોલોજી દ્વારા મોદી દ્વારા કુલ 188 સભા સંબોધવાનો રેકોર્ડ બની ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X