શું ગુજરાતમાં ભાજપ હારી રહી છે, હતાશા આ છે સંકેત

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં જે રીતે 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચંડ બહુમત મળ્યો હતો અને જીત પછી નરેન્દ્ર મોદીએ પાર્ટીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને હતી. અને તે પછી વડાપ્રધાન પદ તરીકે પણ સ્થાન મેળવ્યું હતું તે વાતને આજે 4 વર્ષ થઇ ગયા અને આ ચાર વર્ષોમાં મોદીના તે ગઢમાં અનેક રાજકીય સમીકરણો બદલાઇ ગયા. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. અને ભાજપ જેવી રાષ્ટ્રીય પાર્ટીને તેના જ ગઢમાં જીતવામાં મુશ્કેલી દેખાઇ રહી છે. કારણ કે ભાજપની જ્યાં જ્યાં જનસભાઓ થાય છે ત્યાં લોકોની પાંખી ભીડ નજરે પડે છે. વળી બહારથી પણ નેતાઓને બોલવવામાં આવે છે ત્યારે તેમની પણ જનસભામાં ઓછા જ લોકો આવે છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને રાહુલની જનસભાઓ વધુ સફળ થઇ રહી છે. ત્યારે આ સંકેત બતાવી રહ્યા છે કે હાલ ગુજરાતમાં ભાજપની સ્થિતિ ચિંતાજનક છે.

મતદાન પહેલા નિરાશા

મતદાન પહેલા નિરાશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં પોતાની સમગ્ર તાકાત નાંખી દીધી એક પછી એક ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. જો કે તેમની સભાને છોડીને જ્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે છે ત્યારે તેમની જનસભામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોની હાજરી હોય તે પછી યોગી હોય કે દેવેન્દ્ર ફડણવીસ.

મોદીએ શું કહ્યું

મોદીએ શું કહ્યું

30 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે જે સુધારા માટે પગલાં લીધો તેના કારણે તેમને રાજનૈતિક પરિણામ પણ ભોગવવું પડે તેવી સંભાવના છે. અને તે આ માટે તૈયાર છે. તો શું તેમનો આ ઇશારો ગુજરાત માટે હતો?

દશકો જૂના મુદ્દા

દશકો જૂના મુદ્દા

પીએમ મોદી આ વખતના ચૂંટણી પ્રચારમાં ભાવુક અપીલ કરતા નજરે પડ્યા. તેમણે ગુજરાતના મોરબીમાં વર્ષો જૂનો ઇન્દિરા ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ મોંઢે કપડું બાંધી ફરતા હતા. અને સ્વયંસેવકો માનવસેવા કરતા હતા. પણ તેનું ચિત્ર બહાર આવતા સ્વયંસેવકોના ચહેરા પર પણ રોગચાળો ના ફેલાય તે માટે રૂમાલ બાંધેલો જોવા મળ્યો હતો. જેણે તેમની મુશ્કેલી વધારી હતી.

હાર્દિક પટેલ અને રાહુલ

હાર્દિક પટેલ અને રાહુલ

બીજી તરફ હાર્દિક પટેલની રાજકોટની બુધવારની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઊભી થઇ હતી. રાહુલ ગાંધીની જનસભામાં પણ મોટી ભીડ જેવા મળી રહી છે. જે દર્શાવી રહી છે કે લોકોનો ઝુકાવ બીજી તરફ જઇ રહ્યો છે. ત્યારે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાને ખાલી થોડા જ દિવસની વાર છે ત્યારે ભાજપ માટે ડેમઝ કંટ્રોલ માટે પણ સમય ઓછો છે.

English summary
Gujarat Assembly election 2017 6 reason why Gujarat is going to be a setback to BJP. PM Modi statement that I am ready to face repercussion of steps taken for reform says a lot

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.