મોદીને બાદ કરી દો તો ગુજરાતમાં ભાજપને 50 સીટ પણ ના મળે

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ભવિષ્યવાણી આ વખતે કરવી સરળ નથી. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે. વધુમાં આ વખતે સૌ પ્રથમ વાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી નથી અને તેમની ગેરહાજરીમાં ગુજરાતમાં ચૂંટણી લડાઇ રહી છે. આ એક બહુ મોટી વાત છે. સાથે જ પાટીદાર આંદોલન અને બીજી સમસ્યાઓ ભાજપની મુશ્કેલી દિવસને દિવસે વધારી રહ્યા છે. આ તમામની વચ્ચે રેડિફ ડોટ કોમ દ્વારા ભાવનગર વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ ડૉ. વિદ્યુત જોશીનો એક ઇન્ટરવ્યૂ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કેટલીક ચોટદાર ટિપ્પણી કરી હતી જે જાણવા લાયક છે. આ આખા ઇન્ટરવ્યૂ વિષે વધુ જાણો અહીં...

ભાજપ વિરોધી લહેર

ભાજપ વિરોધી લહેર

ડૉ. વિદ્યુતે તેમના આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભાજપને આ વખતે 95 થી 98 સીટો મળી શકે છે. અને કોંગ્રેસને 85 સુધી સીટો મળી શકી છે. સાથે જ નાના દળો જેમ કે એનસીપી કે શંકર સિંહ વાઘેલાની પાર્ટીને પણ કેટલીક બેઠક મળી શકે છે. ભાજપને આટલી ઓછી સીટો કેમ મળશે તે પર સ્પષ્ટતા આપતા ડૉ.વિદ્યુતે કહ્યું કે હાલ સત્તા વિરોધી લહેર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ-એમ સાથે પણ આવું જ થયું હતું. સાથે જ ગુજરાતમાં હાલ 10 મોટા આંદોલનો ચાલી રહ્યા છે જે સરકારની નિતિઓનો વિરોધ કરી રહ્યા છે.

આંદોલન

આંદોલન

આ આંદોલનોમાં પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, નાના વેપારીઓના આંદોલન, આશા વર્કર આંદોલન, આંગણવાડી મહિલાઓ અને ફિક્સ પગારકર્મીઓના આંદોલન તથા એમ્બ્યુલન્સ વર્કર મૂવમેન્ટનો સમાવેશ થાય છે. આ આંદોલને ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર ઊભી કરી છે. ખાસ કરીને ઓબીસી અને દલિત આંદોલનોમાં ખુલ્લે આમ કહેવાય છે કે તે ભાજપની વિરુદ્ધ વોટ કરશે.

22 વર્ષથી એક જ ચહેરો

22 વર્ષથી એક જ ચહેરો

જોશીએ તેમના સાક્ષાત્કારમાં કહ્યું કે જો તમે 22 વર્ષથી એક જ ચહેરો જુઓ તો તમે પણ કંટાઇ જાવ. લોકોને પણ લાગે છે કે મંત્રીઓ યોગ્ય રીતે પોતાનું કામ નથી કરતા. ઉદ્યોગોના વિકાસ કરવાના ચક્કરમાં ભાજપે ગામડાએ સાઇડલાઇન કર્યા છે. વળી પાકના યોગ્ય ભાવ મળવા માટે અને વિમા માટે ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસને ગ્રામીણ વિસ્તારોમાં વધુ સીટો મળશે. અને ભાજપ સુરત સિવાય શહેરી વિસ્તારોમાં વધુ સીટો મેળવવી પડશે કારણ કે ત્યાં પાટીદાર આંદોલન મજબૂત છે.

મોદીએ ભાજપને નબળું કર્યું

મોદીએ ભાજપને નબળું કર્યું

જોશીને જ્યારે સવાલ પૂછ્યો કે ભાજપ ખરાબ પ્રદર્શન પછી પણ દરેક ચૂંટણીમાં ભારે બહુમત મેળવે છે તો તેની પર જોશીએ કહ્યું કે આ જ કારણે તે ભાજપને 95 થી 98 સીટો આપી રહ્યા છે. જે રીતે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસને નબળી કરી હતી તે રીતે મોદી એક સંગઠનના રૂપે ભાજપને નબળું કરી રહ્યા છે અને ખાલી પોતાના વ્યક્તિ આભા પરથી ગુજરાતને લુભાવશે. તેમણે કહ્યું કે ઇન્દિરાએ પણ બીજી પંક્તિના નેતાને આગળ આવવા નહતા દીધા અને હવે મોદી પણ તે જ રાહે આગળ વધી રહ્યા છે.

50 સીટો પણ નહીં મળે

50 સીટો પણ નહીં મળે

જોશીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદીને ભાજપ અને ગુજરાતમાંથી બાદ કરી દેવામાં આવે તો ગુજરાતમાં ભાજપને 182માંથી 50 સીટો જ મળશે. આ કરીશ્માઇ નેતા બીજી પંક્તિના નેતાનો કદી વિકાસ નહીં કરવા દે. ઇન્દિરા ગાંધીએ પણ આવું જ કર્યું હતું અને મોદી પણ આવું જ કરી રહ્યા છે. અમિત શાહની રણનીતિ મામલે જવાબ આપતા જોશીએ કહ્યું કે ભાજપ જાતિને જોઇને ટિકિટ આપી રહ્યું છે અને કોંગ્રેસ પણ તે રીતે જ જાતિને જોઇને ટિકટ આપી રહ્યું છે. અમિત શાહ અને અહમદ પટેલ બન્ને એ જ રીતે કામ કરી રહ્યા છે. જોશીએ વધુમાં કહ્યું કે ભાજપ 2014ની સફળતાને બીજી વાર રિપિટ કરવામાં સક્ષમ નહીં રહે. તે 26 લોકસભા સીટો પર પણ 2019માં ચૂંટણી નહીં જીતે. 2014ની જેમ 2019માં ભાજપ અને મોદીને 282 સીટો નહીં મળે પણ ઓછી મળશે. વધુમાં જોશીએ કહ્યું કે મોદી હવે થાકી ગયા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો એક મોટો ભાગ તેમની વિરુદ્ધ બહાર આવ્યો છે.

English summary
gujarat assembly election 2017: BJP will get 95 98 seats, Congress 85.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.