ગુજરાતમાં જો થયો આ કમાલ, તો બનશે કોંગ્રેસની સરકાર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ-તેમ સમાચાર અહેવાલો અને ઓપિનિયલ પોલ દાવો કરી રહ્યાં છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. કોંગ્રેસ માટે તો આ વાત જ એક રીતે જીત સમાન છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખૂબ કથળી ગઇ હતી. રાજ્યસભા ચૂંટણી બાદ અને રાહુલ ગાંધીના વારંવારના ગુજરાત પ્રવાસોથી પક્ષમાં થોડો જીવ રેડાયો છે. વર્ષ 2014ના લોકસભાની ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીએ તો કોંગ્રેસે આ વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ઘણા મોટા પડકારો પાર કરવાના રહેશે.

લોકસભા ચૂંટણી 2014

લોકસભા ચૂંટણી 2014

વર્ષ 1995થી ગુજરાતમાં સત્તા ભોગવાનાર ભાજપને વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું, જેના પરિણામે તમામ 26 મતદાર ક્ષેત્રોમાં ભાજપનો વિજય થયો હતો. તો આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપ સામે જીતવા માટે કોંગ્રેસે કેટલા વોટ સ્વિંગની જરૂર પડશે? વિધાનસભામાં બહુમતી મેળવવા માટે કોંગ્રેસે 182 વિધાનસભા બેઠકમાંથી ઓછામાં ઓછી 92 બેઠકો પર કબજો કરવો પડશે. આખા રાજ્યમાં 11.2 ટકાના વોટ સ્વિંગ સાથે જ આ શક્ય બની શકે એમ છે. વર્ષ 2014ના ગુજરાત વિધાનસભાના આંકડાઓ દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે, કારણ કે આ ગાળામાં ભાજપ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ખૂબ વધારો નોંધાયો છે.

ગુજરાતમાં મોદી લહેર

ગુજરાતમાં મોદી લહેર

વર્ષ 2014ના આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો 165 વિધાનસભા ક્ષેત્રોના 59.05 ટકા મત ભાજપ તરફી હતી અને બાકીના 17 વિધાનસભા ક્ષેત્રોના 32.86 મત કોંગ્રેસના ભાગે હતા. ગુજરાતને જીતવા માટે કોંગ્રેસે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પકડ મજબૂત કરવી જરૂરી છે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણી પછીના આંકડાઓ પર ધ્યાન આપીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની 54માંથી 52 બેઠકો પર ભાજપ આગળ હતું અને કોંગ્રેસ માચ્ર 2 બેઠકો પર. ઉત્તર ગુજરાતમાં 53માંથી 48 પર ભાજપ અને 5 પર કોંગ્રેસ આગળ હતી. એ જ પ્રમાણે મધ્ય ગુજરાતની 40 વિધાનસભા બેઠકોમાંથી 33 પર ભાજપ અને 7 પર કોંગ્રેસ તથા દક્ષિણ ગુજરાતની 35માંથી 32 બેઠકો પર ભાજપ અને 3 પર કોંગ્રેસ આગળ હતી.

કોંગ્રેસ માટે જરૂરી વોટ સ્વિંગ

કોંગ્રેસ માટે જરૂરી વોટ સ્વિંગ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોંગ્રેસને 12 ટકા પોઇન્ટ સ્વિંગની જરૂર છે, તો જ તે 54 બેઠકોમાંથી 27 પર કબજો જમાવી શકશે. ઉત્તર ગુજરાતમાં 10.5 ટકા સ્વિંગની જરૂર છે, જેથી 53માંથી ઓછામાં ઓછી 27 બેઠકો પર કબજો જમાવી શકાય. એ જ પ્રમાણે મધ્ય ગુજરાતમાં 40માંથી 20 બેઠકો પર જીતવા માટે 10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 35માંથી 18 બેઠકો જીતવા માટે 14.5 ટકા પોઇન્ટ સ્વિંગની જરૂર છે. આમ ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસને હાલની પરિસ્થિતિમાં સત્તાધીશો વિરુદ્ધની એક લહેરની જરૂર છે. આ પ્રકારની લહેર સાવ અશક્ય પણ નથી. વર્ષ 204ની જીત બાદ દિલ્હીમાં ભાજપમા મતમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો હતો.

નોટબંધી, GST, પાટીદાર, દલિત

નોટબંધી, GST, પાટીદાર, દલિત

ભાજપ ખૂબ મજૂબત સંસ્થા તરીકે ઊભરી આવ્યું છે, લગભગ 13.5 વર્ષ ગુજરાતની મુખ્યમંત્રી રહેલા પીએમ નરેન્દ્ર મોદી આજે પણ રાજ્યમાં ખૂબ લોકપ્રિય છે, જેનો ભરપૂર ફાયદો ભાજપને આ ચૂંટણીમાં થશે. જો કે, કોંગ્રેસની સ્થિતિ રાજ્યમાં મજબૂત થવા પાછળ પણ કેટલાક કારણો છે. નોટબંધી પછી જોવા મળેલ પરિસ્થિતિ અને જીએસટી લાગુ થયા બાદ જે વાતાવરણ જોવા મળ્યું છે, એને કારણે કેટલેક અંશે કેન્દ્ર સરકાર અને ભાજપની લોકપ્રિયતા તથા વિશ્વસનીયતામાં ઘટાડો આવ્યો છે. આ સિવાય પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને કારણે પણ રાજ્ય સરકારે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે, જેના પડઘા આ ચૂંટણીના પરિણામો પર ચોક્કસ અસર કરશે.

English summary
gujarat assembly election 2017 Congress must turn a swing of votes.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.