Opinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ
ટાઇમ્સ નાઉ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને એક ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ફરી એક ગુજરાતમાં ભાજપની સરકાર બને તેવી સંભાવના છે. વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જ્યાં એક બાજુ જાહેર થઇ ચૂકી છે. ત્યાં જ રાજનૈતિક દ્રષ્ટ્રિ અને જાણીતા મીડિયા હાઉસ ઓપિનિયન પોલ દ્વારા પણ ચૂંટણી પહેલા લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ તમામ લોકોની નજર હવે ગુજરાતની ચૂંટણી પર આધારીત છે. ટાઇમ્સ નાઉ દ્વારા પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને એક ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો ભરોસો બતાવ્યો છે.

ટાઇમ્સ નાઉના ઓપિનિયન પોલ મુજબ ગુજરાત ચૂંટણીમાં ભાજપને 50 ટકા વોટ મળશે અને તે રાજ્યને સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે. ત્યાં જ કોંગ્રેસને 44 ટકા વોટ મળશે અને અન્ય પાર્ટીઓને 6 ટકા વોટ મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ચૂંટણીમાં બીજી સૌથી વધુ વોટ મેળવનારી પાર્ટી બનશે. ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં 6,000 લોકોએ ભાગ લઇને પોતાનો મત આપ્યો હતો. ત્યારે ઓપિનિયન પોલમાં ગુજરાતની જનતાએ કયા સવાલો પર શું જવાબ આપ્યા જાણો અહીં.
- કોને કેટલી બેઠક મળશે
ભાજપ- 118 થી 134 બેઠકો
કોંગ્રેસ -49 થી 61 બેઠકો
- સવાલ :શું તમે ભાજપને એટલા માટે વોટ આપો છો કારણ કે ગુજરાતની જમીને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે.
જવાબ: 81 ટકા લોકોએ આ મામલે હામાં જવાબ આપ્યો છે
- સવાલ : ગત 5 વર્ષમાં સૌથી સારા મુખ્યમંત્રી કોણ રહ્યા
નરેન્દ્ર મોદી - 67 ટકા
આનંદીબેન- 20 ટકા
વિજય રૂપાણી- 13 ટકા
- 46 ટકા લોકોએ માન્યું કે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ બનાવીને ગુજરાતની અસ્મિતાને ભાજપે વધારી છે. ત્યારે 21 ટકા લોકોનું કહેવું હતું કે આ ખાલી એક ચૂંટણી સ્ટંટ છે.
- હાર્દિક પટેલ પર લોકોએ 41 ટકા લોકોએ કહ્યું કે તેણે કોઇ પણ પાર્ટીમાં ના જોડાવું જોઇએ. જ્યારે 28 ટકા લોકોને તેને કોંગ્રેસમાં અને 19 ટકા લોકો તેને ભાજપમાં જોડાવાની સલાહ આપી. તો 12 લોકોએ આ મુદ્દે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.












Click it and Unblock the Notifications
