For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉલ્લૂ બનવા તૈયાર થઇ જાવ, ગુજરાતમાં ચૂંટણી આવી ગઇ છે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઇ છે. ત્યારે એક જાગૃત મતદાતા તરીખે તમારા આ વ્યંગાત્મક લેખ ચોક્કસથી વાંચવો જોઇએ.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી છે. ડિસેમ્બરમાં તમામ કાળાના સફેદ થઇ જશે. બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે તમારે જે માંગવું હોય માંગી લો આ તમારો સમય છે અત્યારે કંઇ કહેશો, ગ્રુપ અને સંગઠનો બનાવશો તો 1 મહિનામાં હજીએ કોઇ તમને સાંભળશે પછી તો આવનારી સરકાર બીજા પાંચ વર્ષ માટે બહેરી થઇ જવાની છે. તો પગાર વધારોથી લઇને રસ્તાના ખાડા પણ હાલ ઠીક થઇ જશે. વચમાં તો એવું પણ એક જોક્સમાં આવ્યું હતું કે ચૂંટણીમાં લોકોનો મન જીતવા મોટા નેતાઓ ટાબેરિયાની બર્થ ડે પાડીમાં આવવાની કદાચ હા પાડી દે. એટલે કંઇ કહેવાય નહીં કે તમારું નસીબ એક જાગૃત મતદાતા તરીકે ક્યારે ખુલી જાય. તો વ્યંગાત્મક લેખમાં વાંચો ચૂંટણી પહેલા તમે શું શું કરી શકો છો...

evm

વિરોધના નામે તોફાન

ચૂંટણી પહેલા તમે વિરોધના નામે તોડફોડ કરી શકો છો. કંઇક સરકારી મિલકતને નુક્શાન થશે તો વાંધો નહીં તેની વસૂલાત સરકાર બધાથી કરશે. વધુમાં તમારી માંગને મીડિયામાં વધુ વજન પણ મળશે અને સૌથી સારી વાત પોલીસ પકડી જાયને તમારી પર કેસ કરે તો પણ ચિંતા ના કરતા ચૂંટણી આવી ગઇ છે. તમારા પર થયેલા કેસ સરકાર પરત લઇ લેશે. એટલે તમે પ્રેમથી તોફાન આઇ મીન વિરોધ કરી શકો છો. આમ પણ લોકશાહીમાં વિરોધ આ રીતે તો થાય છે.

માંગો તે મળશે

ચૂંટણી શંકર ભગવાનના આશીર્વાદ જેવી છે. અચાનક જ જે સરકાર પાંચ પાંચ વર્ષ સુધી તમારા પ્રશ્નોને ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ કાન-આંખ-મોં બંધ કરી જોતી પણ નહતી તેને અચાનક તમારામાં એક મતદાતા દેખાશે. તેને તમારી માંગને પૂર્ણ કરવાનું આત્મજ્ઞાન થશે. અને કોને ખબર તે તમને પાંચ પાંચ વર્ષોથી અટવાયેલા પગાર, માંગણી માટે હા કહી દે. ઇન શોર્ટ હાલ જ સમય છે જે ચૂંટણી રૂપી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે થાય તેટલું માંગી લો.

અદ્રશ્ય લોકો દેખાતા થશે!

જે નેતાઓ, ધારાસભ્યો આમ કદી અમસ્તા પણ જરૂર પડે શોધે પણ નહતા મળતા તે તમામ અદ્રશ્ય લોકો અચાનક તમારા દ્વાર પર પ્રગટ થશે. અને હાથ જોડીને તમારાથી મત માંગશે. સેલ્ફી, ફોટો પડાવનાર મિત્રોને ખાસ વિનંતી આ જ મોકો છે યાદ રૂપી ફોટો પડાવી લેજો નહીં તો પાંચ વર્ષ સુધી તે ફરી અદ્રશ્ય થઇ જશે તમને જોવા પણ નહીં મળે. તો પ્રૂફ્ર રાખી લેજો કે 2017માં ફલાણા નેતા આવ્યા હતા.

મોટી મોટી વાતો

અલગ અલગ ધ્વજ અને ચૂંટણી ચિન્હો સાથે તમને નવા નવા જાદુગરો જોવા મળશે. તેમની પાસે હશે મોટી મોટી વાતો. તે તમને સપનાની દુનિયામાં લઇ જશે. પણ મિત્રો આ જ સમય છે ભગવાનના આપેલા બે કાનનો ઉપયોગ કરવાનો. બે કાનનો ઉપયોગ કરીને આ વાતો એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર નીકાળી દેજો. પણ હા, બે કાનની વચ્ચે જે મગજ છેને તેનું ચોક્કસથી સાંભળજો. મત આપજો. જેને પણ આપવો હોય તેને. પણ મત કરવાના તમારા આ ખાસ અધિકારને વ્યર્થ ના જવા દેતા.

નોંધ: આ લેખ કહેવાતી લોકશાહી પર એક વ્યંગાત્મક કટાક્ષ સ્વરૂપે લખાયો છે. જો કોઇને પણ મન દુખ થાય તો એક રોટલી ઘરે જઇ વધુ ખાઇ લેવી.

English summary
Gujarat Assembly election 2017: Read here one Political satire article on Gujarat election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X