For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ભાજપે ઉત્તર ઝોનની 59 બેઠકો માટે પ્રભારી જાહેર કર્યા

ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી લીધી છે. ભારતી જનતા પાર્ટી દ્વારા 150 બેઠક જીતવાનો લંક્ષ્યાક રાખવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : આવનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તાડમાર તૈયારીઓમાં જોડાઇ ગયા છે. જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી લીધી છે.

bjp

150 બેઠક જીતવાનો BJPનો લંક્ષ્યાક

ભારતી જનતા પાર્ટી દ્વારા 150 બેઠક જીતવાનો લંક્ષ્યાક રાખવામાં આવ્યો છે. ભાજપ સરકારની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે ભાજપ દ્વારા શુક્રવારના રોજ 59 બેઠકો પર પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉત્તર ઝોનની 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારી જાહેર

2022 ના અંતમાં યોજાનારી ગુજરાતી વિધાનસભાની ચૂંટણીનું આયોજન થઇ શકે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની વિવિધ રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. શુક્રવારના રોજ ભાજપા દ્વારા ઉત્તર ઝોનમાં આવેલી 59 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં આવેલી આ 59 સીટમાં અમદાવાદ અને ગાંધીનગરની વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.

વિરોધ પક્ષને હરાવવા માટેની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે પાટીલ

નોંધનીય બાબત છે કે, ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે અને વિરોધ પક્ષને હરાવવા માટેની રણનીતિ બનાવવામાં આવી છે. હાલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ખુબ જ સક્રિય રહીને કામગીરી કરી રહ્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના વતન રાજ્ય ગુજરાતના પ્રવાસમાં પણ વધારો કરી દીધો છે.

16 જૂનના રોજ અરવલ્લીમાં કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું

ઉલ્લેખીય છે કે, 16 જૂનના રોજ સી. આર. પાટીલે અરવલ્લી જિલ્લાના ભાજપા કાર્યાલય કમલમ ખાતે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા ભાજપા પ્રભારીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં મહામંત્રીઓ રજની પટેલ, વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ સીઆર પાટીલે મોડાસા ખાતે 40 મીટર ઉંચા ફ્લેગ માસ્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે સાધુ-સંતો, કલાકારો અને સાહિત્યકારો સાથે સંવાદ કર્યો હતો. જે બાદ સીઆર પાટીલ સાહેબે મોડાસા ખાતે સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, સમાજના આગેવાનો અને યુનિયનના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

English summary
Gujarat Assembly Election 2022 : BJP announces charge for 59 seats in North Zone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X