For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : પ્રથમ ચરણ માટે પ્રચાર પડઘમ શાંત, 1 ડિસેમ્બરના રોજ થશે 89 બેઠક માટે મતદાન

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં એક ડિસેમ્બરના રોજ વિધાનસભાની 89 બેઠકો માટે પહેલા ચરણ 1 ડિસેમ્બરના રોજમાં મતદાન થશે. જેના માટે ચૂંટણી પ્રચાર મંગળવારની સાંજે શાંત થયો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં એક ડિસેમ્બરના રોજ વિધાનસભાની 89 બેઠકો માટે પહેલા ચરણ 1 ડિસેમ્બરના રોજમાં મતદાન થશે. જેના માટે ચૂંટણી પ્રચાર મંગળવારની સાંજે શાંત થયો છે. ગુજરાતમાં એક ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકો પર મતદાન થવાનું છે. આ પછી બાકીની 93 બેઠક માટે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. જેનું 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે.

Gujarat Assembly Election 2022

કોંગ્રેસ પર ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો આરોપ લગાવતા ભાજપે ગુજરાતની જનતાને કોંગ્રેસને પાઠ ભણાવવા અને કોંગ્રેસ પાસેથી બદલો લેવાની અપીલ કરી છે. દર વખતની જેમ ભાજપને આ દાવ રમવાનો મોકો મળ્યો છે.

કોંગ્રેસના નવા ચૂંટાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહીને ભાજપને પોતાની મનપસંદ પીચ પર રમવાની તક આપી દીધી છે.

ખડગેએ શું કહ્યું હતું?

ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીના ચહેરા પર વોટ માંગવા બદલ કટાક્ષ કર્યો હતો. ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપ કહે છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં પણ મોદીને મત આપો. શું મોદી અહીં કામ કરવા આવશે. વડાપ્રધાન હંમેશા પોતાના વિશે જ બોલે છે. કોઈની તરફ ન જુઓ અને મોદીને જોઈને મત આપો. કેટલી વાર તમારો ચહેરો જોઇને કોર્પોરેશનમાં પણ તમારો ચહેરો જોયો, ધારાસભ્યની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો, સાંસદની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો બધે શું તમારી પાસે રાવણ જેમ 10 ચહેરા છે?

યોગીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતમાં રમખાણો થતા હતા, કરફ્યૂ લાદવામાં આવ્યો હતો, ધંધા-રોજગાર થઈ શકતા ન હતા, ધાર્મિક કાર્યક્રમો યોજાતા ન હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર બનતાની સાથે જ રાજ્ય હુલ્લડ મુક્ત બની ગયું હતું.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ પાર્ટી છે જે દેશની સુરક્ષામાં ખલેલ પહોંચાડે છે, શહીદો અને જવાનોનું અપમાન કરે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અટકી ગયું હતું. કારણ કે, કોંગ્રેસ તેમાં અવરોધ ઉભી કરી રહી હતી. કોંગ્રેસ પક્ષ વિકાસના કામોમાં અવરોધરૂપ છે, ગુજરાતની જનતાએ કોંગ્રેસની અડચણ દૂર કરવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022 : Campaigning for the first phase calm, voting for 89 seats will be held on December 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X