Gujarat Assembly Election 2022 : ગુજરાતના દરેક બાળકને મળશે વિશ્વસ્તરીય શાળા અને શિક્ષણ : રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ અંતર્ગત રાઘવ ચઢ્ઢાએ સાણંદમાં એક રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના વિજય પતાકા લહેરાવાની આશમાં ઉતરેલી આમ આદમી પાર્ટી હાલમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ સાથે ગુજરાતમાં પરિવર્તન લાવવા અને આપને એક મોકો આપવા માટે જણાવી રહી છે. આવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારકો સાથે અલગ અલગ મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

raghav chaddha

જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ અંતર્ગત રાઘવ ચઢ્ઢાએ સાણંદમાં એક રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ભીડ જોઇને ગુજરાતમાં પરિવર્તનના એંધાણ જોવા મળી રહ્યા છે.

AAP ના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતની જનતા આ મોંઘવારીથી બચવા માંગે છે, તો તેમની પાસે એક જ ઉપાય છે અને તે છે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને ઝાડુ. એક તરફ સરકારનો ડબલ એન્જિન મોંઘવારી અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ જી દ્વારા દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાની ભેટ. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 1 માર્ચથી, ગુજરાતમાં દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે, એટલે કે દર મહિને 4000 રૂપિયાની બચત થશે. જો એક પરિવારમાં બે બાળકો હોય, તો તેઓને સરકારી શાળાઓમાં મફત વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવામાં આવશે, જેનો અર્થ છે કે, દરેક કુટુંબ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવેલા 10,000 રૂપિયાની બચત કરશે.

આ ઉપરાંત દવા, સારવાર, ઓપરેશન બધું જ મફતમાં થશે. સારા સ્થાનિક ક્લિનિક બનાવવામાં આવશે, સારી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે, પછી તે 100 રૂપિયામાં દવા હોય કે 1,00,000 રૂપિયામાં ઓપરેશન, તમામ ખર્ચ ગુજરાતની કેજરીવાલ સરકાર ઉઠાવશે. એટલે કે, દર મહિને દરેક પરિવારની આરોગ્ય સેવાઓ પર ખર્ચવામાં આવતા 7000 રૂપિયાની બચત થશે. આ સાથે, જો એક પરિવારમાં 2 બેરોજગાર યુવકો હોય, તો જ્યાં સુધી સરકાર તેમને રોજગાર નહીં આપે, ત્યાં સુધી દરેક બેરોજગારને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપવામાં આવશે. એટલે કે પરિવાર દીઠ 6000 રૂપિયાનો લાભ મળશે. આ સાથે અરવિંદ કેજરીવાલે મહિલાઓને પણ ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. મહિલાઓને આર્થિક મદદ માટે દરેક મહિલાને 1000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે. એટલે કે, જો ઘરમાં 3 મહિલાઓ હોય, તો દરેક ઘરને 3000 રૂપિયાનો નફો મળશે. જો આપણે આમ આદમી પાર્ટીની તમામ ભેટ ઉમેરીએ તો અરવિંદ કેજરીવાલની સરકાર દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાનો લાભ આપવા જઈ રહી છે.

એક તરફ ભારતીય જનતા પાર્ટીના ડબલ એન્જિનની ડબલ મોંઘવારીની સરકાર છે અને બીજી બાજુ 30000 રૂપિયાના નફા સાથે અરવિંદ કેજરીવાલ જીના નવા એન્જિનની સરકાર છે. આજે આ બંને બાબતો ગુજરાતની જનતા સામે હાજર છે અને જનતાએ નક્કી કરવાનું છે. આજે ગુજરાતના દરેક સર્વેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વખતે મુકાબલો ભાજપ વિરુદ્ધ આમ આદમી પાર્ટી વચ્ચે છે. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કારણ કે તેને 5થી ઓછી બેઠકો મળી રહી છે. આમ આદમી પાર્ટી અને BJPની લડાઈમાં આમ આદમી પાર્ટી આગળ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના જૂના મતદારો આમ આદમી પાર્ટી અને ભાજપના મતદારોને મત આપતા જોવા મળી રહ્યા છે અને ભાજપના કાર્યકરો પણ આ વખતે આમ આદમી પાર્ટીને મત આપી રહ્યા છે. અને આવા લોકો, જેમણે ચૂંટણીના છેલ્લા અઠવાડિયા સુધી પોતાનું મન બનાવ્યું ન હતું, કોને મત આપવો, તેઓએ પણ વાતાવરણ જોઈને નક્કી કર્યું છે કે, આ વખતે તેમણે આમ આદમી પાર્ટીને જ મત આપવાનો છે.

તેથી આ વખતે તમામ જાતિ, ધર્મ અને સમુદાયના લોકો પરિવર્તનના નામે આમ આદમી પાર્ટીને મત આપવાના છે. દિલ્હીમાં જે અદ્ભુત ઘટના બની અને પંજાબે જે કર્યું તે હવે ગુજરાતમાં પણ થવાનું છે. ગુજરાતની જનતા 27 વર્ષની ભ્રષ્ટ અને અહંકારી સરકારને જડમૂળથી ઉખાડીને પરિવર્તન લાવશે. પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી, પરિવર્તન એટલે અરવિંદ કેજરીવાલ, પરિવર્તન એટલે ઝાડુનું નિશાન.

આજે હું ગુજરાતના તમામ મતદારોને અપીલ કરવા માંગુ છું કે ચૂંટણીના દિવસે દરેકે મતદાન મથક પર જઈને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને પોતાના અને પોતાના બાળકોના ભાવિ માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, આ વખતે આમ આદમીને મત આપો.

જ્યારે પંજાબમાં અમારી સરકાર બનવાની હતી, ત્યારે લોકો કહેતા હતા કે પંજાબ સરકાર પર ત્રણ લાખ કરોડનું દેવું છે, તો તમે મફત વીજળી ક્યાંથી આપશો? અમે સરકાર બન્યાના 3 મહિનાની અંદર પંજાબના લોકોને મફત વીજળી આપવાનું શરૂ કર્યું હતું. દિલ્હીમાં પણ અમે 7 વર્ષ સુધી મફત વીજળી આપવાનું કામ કર્યું છે. મતલબ સ્પષ્ટ છે કે, ગુજરાત સરકાર હોય કે અન્ય કોઈ સરકાર, કોઈપણ સરકારમાં પૈસાની કોઈ અછત નથી, અછત માત્ર નેતાઓના ઈરાદામાં છે. એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી ફ્રીબીઝનું વિતરણ કરી રહી છે, લોકોને મફતના વ્યસની બનાવી રહી છે. હું આના પર સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, જનતાની સામે બે પ્રકારની રેવડી છે. એક છે આમ આદમી પાર્ટીની રેવડી જે અરવિંદ કેજરીવાલ જી આપે છે. જેમાં દરેક પરિવારને સન્માનજનક જીવન જીવવા માટે મફત વીજળી મળે છે, સારું શિક્ષણ મળે છે, સારી સારવાર મળે છે અને બીજી તરફ ભાજપની રેવડી છે, જેમાં મુખ્યમંત્રીને 5000 યુનિટ મફત વીજળી મળે છે, હવાઈ મુસાફરીથી રેલ મુસાફરી મફત અને સાંસદોને મકાનો મળે છે અને તમામ સુવિધાઓ. હવે જનતાએ નક્કી કરવાનું છે કે તેમને ભાજપની રેવડી પસંદ છે કે, અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી.

  • AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સાણંદમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.
  • આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
  • એક તરફ બીજેપીના ડબલ એન્જિનની ડબલ મોંઘવારી સરકાર છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલ જીના નવા એન્જિનની 30000 રૂપિયા નફાની સરકાર છે - રાઘવ ચઢ્ઢા
  • જો આજે ગુજરાતની જનતા આ મોંઘવારીથી બચવા માંગતી હોય તો તેમની પાસે એક જ ઉપાય છે અને તે છે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને ઝાડુ - રાઘવ ચઢ્ઢા
  • આજે ગુજરાતના દરેક સર્વેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ વખતે મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે - રાઘવ ચઢ્ઢા
  • ગુજરાતમાં ભ્રષ્ટાચાર પહેલા ક્યારેય થયો નથી - રાઘવ ચઢ્ઢા
  • ગુજરાતના દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે - રાઘવ ચઢ્ઢા
  • ગુજરાતની દરેક મહિલાને 1000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે - રાઘવ ચઢ્ઢા
  • આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપશે અને બેરોજગારોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપીને માસિક સહાય આપશે - રાઘવ ચઢ્ઢા
  • ગુજરાતના દરેક બાળકને વિશ્વ કક્ષાની ઉત્તમ શાળા મળશે અને શિક્ષણ બિલકુલ મફતમાં મળશે - રાઘવ ચઢ્ઢા
  • ગુજરાતના દરેક વ્યક્તિ, બાળક-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, દરેક વ્યક્તિને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિનામૂલ્યે સારવાર અપાશે - રાઘવ ચઢ્ઢા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X