For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક, NSGએ તોડી પાડ્યું ડ્રોન

Gujarat Assembly Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એકવાર ચૂક આવી હતી.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એકવાર ચૂક આવી હતી. જોકે, NSGએ દ્વારા આ ષડપંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુરક્ષા એજન્સીઓને એક ડ્રોન જોવા મળ્યું હતું, જ્યાં વડાપ્રધાનની રેલી યોજાવાની હતી. PMની રેલી પહેલા સુરક્ષા કારણોસર વિસ્તારને 'નો ફ્લાય ઝોન' જાહેર કર્યા બાદ NSG દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. જોકે હજૂ સુધી વડાપ્રધાન કાર્યાલય કે પોલીસ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસને ડ્રોનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, તેને શા માટે તોડી પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 4.30 કલાકે બની હતી. આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ખાનગી ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું

કેટલાક મીડિયા અહેવાલો એ પણ જણાવે છે કે, બાવળામાં વડાપ્રધાનની રેલી સ્થળ નજીક વીડિયો રેકોર્ડિંગ માટે ખાનગી ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. સુરક્ષા અધિકારીઓએ ડ્રોન જોતા જ તેને તોડી પાડ્યું હતું. આ પછી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમની ઓળખ કાશ કાલુભાઈ, નિકુલ રમેશભાઈ પરમાર અને રાજેશ પ્રજાપતિ તરીકે થઈ છે. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં નો ફ્લાય ઝોન નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધી છે.

પંજાબમાં પણ પીએમ સુરક્ષામાં જોવા મળી હતી ખામી

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી, 2022ના રોજ પણ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે વડાપ્રધાનને સડક માર્ગે જવું પડ્યું, પરંતુ આ દરમિયાન હુસૈનીવાલાથી 30 કિમી દૂર રસ્તામાં વિરોધીઓ જોવા મળ્યા, જેના કારણે તેમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં રહ્યો. પીએમ મોદીનો કાફલો જ્યાં રોકાયો હતો તે વિસ્તાર આતંકવાદીઓ ઉપરાંત હેરોઈન સ્મગલરોનો ગઢ માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

English summary
Gujarat Assembly Election 2022 : Once again breach in PM Modi's security, NSG shot down a drone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X