Gujarat Assembly Election 2022 : આજે PM મોદી કરશે સોમનાથ મહાદેવના દર્શન, 4 શહેરમાં ગજવશે સભા

Gujarat Assembly Election 2022 : 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની મુદ્દત 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

Gujarat Assembly Election 2022 : 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની મુદ્દત 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે. જે કારણે રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.

ચૂંટણી પ્રચાર કરવા માટે હાલ સ્ટાર પ્રચારકોનો ગુજરાતમાં જમાવડો જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના 4 શહેરોમાં જાહેર સભાઓ ગજવશે.

વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના કરશે દર્શન

વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના કરશે દર્શન

વડાપ્રધાન મોદીના ચૂંટણી કાર્યક્રમ અંગે સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ભાજપની ચૂંટણી રેલીઓમાં હાજરી આપશે.

બે દાયકાથી રાજ્યમાં ભાજપ સરકાર

બે દાયકાથી રાજ્યમાં ભાજપ સરકાર

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે. ગુજરાતમાં ભાજપ બે દાયકાથી વધુ સમયથી સત્તા પર છે, જ્યારે પ્રથમ વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી (AAP) આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો દાવો કરી રહી છે.

ગુજરાતમાં AAP ના દાવા

ગુજરાતમાં AAP ના દાવા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર પહેલીવાર આમ આદમી પાર્ટીએ એક રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત, કેજરીવાલ એન્ડ કંપની વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં ચૂંટણી લડી રહી છે.

AAP નો દાવો છે કે, લોકો ભાજપનો વિકલ્પ શોધી રહ્યા છે અને તેના આધારે AAPને બહોળું જનસમર્થન મળશે. આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવતી હોવાનો દાવો પણ આપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X