• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: ક્યાંક ડૉન સામે ફોઈ તો કોઈના 35 વર્ષની શાખ દાવ પર, આ હૉટ સીટ પર જામશે જંગ

પહેલા તબક્કામાં 9 સીટ એવી છે જ્યાં પ્રતિષ્ઠાની લડાઈ લડી રહ્યા છે ભાજપ, કોંગ્રેસ અને સપા ઉમેદવાર, શું આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો જીતી શકશે?
|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત 39 પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે ગુરુવારે મતદાન થનાર વિવિધ સીટો પર આબરુની લડાઈ માટે કેટલાય ઉમેદવારો લડી રહ્યા છે જ્યાંની ચૂંટણી આ ઉમેદવારોની શાંખનો દાવ હોવાના કારણે રસપ્રદ બની ગઈ છે. પહેલા તબક્કામાં કઈ સીટ પરથી કયા કયા દિગ્ગજો આમને-સામને છે અહીં જાણો.

જામનગર ઉત્તરથી રિવાબા અને બિપેન્દ્ર સિંહ

જામનગર ઉત્તરથી રિવાબા અને બિપેન્દ્ર સિંહ

આ યાદીમાં સૌથી પહેલું નામ જામનગર ઉત્તરનું છે જ્યાંથી સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે તેમની વિરુદ્ધમાં કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી તરફથી કરસન કરમૂર ચૂંટણી મેદાનમાં છે. ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર આહીર જીવનભાઈ કુંભારવાડિયાને હરાવી સીટ જીતનાર ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ જાડેજાની ટિકિટ કાપીને રિવાબાને આ સીટ પરથી ઉતાર્યા છે. આ સીટ ખુબ રસપ્રદ છે કેમ કે એક તરફ રિવાબા ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે તો બીજી તરફ તેમના નણંદ નૈના બા અને સસરા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.

સૌથી ચર્ચિત મોરબી સીટ

સૌથી ચર્ચિત મોરબી સીટ

યાદીમાં બીજા નંબરે મોરબી સીટ છે જ્યાં હાલમાં જ દુખદ ઘટના બની હતી, જેમાં એક ઝુલતો પૂલ તૂટી જતાં 130થી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. ભાજપે કાંતિલાલ અમૃતિયાને આ સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે, જેમણે તાત્કાલિન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાની જગ્યા લીધી છે, જ્યારે કોંગ્રેસે આ સીટ પરથી જયંતીલાલ જેરાજભાઈ પટેલને અને આમ આદમી પાર્ટીએ પંકજ રનસરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઐતિહાસિક રીતે ભાજપે 1995, 1998, 2002, 2007 અને 2012માં મોરબી વિધાનસભા સીટ જીતી હતી. હવે જોવાનું એ રહ્યું કે મોરબી દુર્ઘટનાની અસર ચૂંટણી પર જોવા મળે છે કે કેમ.

કુતિયાણામાં ડોન સામે ફોઈની લડાઈ

કુતિયાણામાં ડોન સામે ફોઈની લડાઈ

દિવંગત ડૉન સંતોકબેન સરમનભાઈ જાડેજાના દીકરા કાંધલભાઈ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કુતિયાણાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એનસીપીની ટિકિટ પર 2017ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, જો કે ટિકિટથી ઈનકાર કરી દીધા બાદ તેમણે તાજેતરમાં જ પાર્ટી છોડી દીધી હતી. તેમને સમાજવાદી પાર્ટીએ ભાજપના ઢેલીબેન ઓડેદરા, આપના ભીમાભાઈ મકવાણા અને કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરા સામે ઉભા કરવામાં આવ્યા છે. ભાજપના ઢેલીબેન ઓડેદરા સપા ઉમેદવાર અને ડૉનની છાપ ધરાવતા કાંધલભાઈ જાડેજાના કૌટુંબિક ફોઈ છે.

પોરબંદર સીટ

પોરબંદર સીટ

પોરબંદર સીટ પર કાંટાની ટક્કર જોવા મળે તેવી ઉમ્મીદ છે. જ્યાં ભાજપે પોતાના તાત્કાલિન ધારાસભ્ય અને ચાર વખત વિજેતા થયેલા બાબૂ બોખિરિયાને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને આપના જીવન જંગી સાથે છે. બોખિરિયાએ 1995, 1998, 2012 અને 2017માં આ સીટ જીતી હતી. 2022 અને 2007માં બોખિરિયાને તેમના કટ્ટર પ્રતિદ્વંદ્વી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ હરાવ્યા હતા. આ વખતે ફરી બંને આમને-સામને હોય પોરબંદર સીટની લડાઈ દિલચસ્પ બની જશે.

કતારગામ સુરતમાં લડાઈ

કતારગામ સુરતમાં લડાઈ

આ સીટ ફરી એકવાર દિલચસ્પ લડાઈની સાક્ષી બનવા માટે તૈયાર છે, જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેમને પ્રભાવશાળી પાટીદાર નેતા માનવામાં આવે છે. તેમણે 2015માં પાટીદાર આરક્ષણ આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમનો મુકાબલો પ્રજાપતિ સમુદાયથી આવતા કોંગ્રેસ ઉમેદવાર કલ્પેશ કથીરિયા અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ અમરીશભાઈ મોરદિયા સાથે થશે.

તાલાલા સીટ પર પક્ષ પલટુ ઉમેદવાર જીતશે?

તાલાલા સીટ પર પક્ષ પલટુ ઉમેદવાર જીતશે?

ગિર સોમનાથની તાલાલા સીટ પર ભાજપે આ વખતે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા ભગવાન ભાઈ બારડ ઉર્ફ ભગા બારડને ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દેવેન્દ્ર સોલંકી અને કોંગ્રેસે માનસિંહ ડોડિયાને ટિકિટ આપી છે. ભગા બારડે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી. તેમણે તાલાલા ગિર સોમનાથ જિલ્લાથી કોંગ્રેસ ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જે બાદ તેમને આ સીટ પરથી જ ટિકિટ આપવામાં આવી હતી. ભગા બારડ આહિર સમુદાયના પ્રભાવશાળી નેતા છે. તેમણે 2017 અને 2017માં તાલાલા ચૂંટણી ક્ષેત્રથી જીત હાંસલ કરી.

32 વર્ષથી ચૂંટણી ના હારેલા પબુભા માટે આબરુની લડાઈ

32 વર્ષથી ચૂંટણી ના હારેલા પબુભા માટે આબરુની લડાઈ

દ્વારકા વિધાનસભા સીટ એક એવા ઉમેદવાર માટે આબરુની લડાઈ બની ગઈ છે જેઓ કોંગ્રેસમાંથી ઉભ્યા હોય, ભાજપમાંથી ઉભ્યા હોય કે અપક્ષ ચૂંટણી લડાઈમાં ઉભ્યા હોય ક્યારેય હાર્યા નથી. પબુભા માણેક છેલ્લા 35 વર્ષથી દ્વારકા વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી. ભાજપના પબુભા માણેક સામે આ વખતે કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા અને આમ આદમી પાર્ટીના લખમણ નકુમ ચૂંટણી મેદાનમાં છે. પબુભા માણેકે 1990, 1995 અને 1998માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી, પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 2002માં કોંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં સામેલ થયા અને 2007, 2012 અને 2017માં ભાજપ તરફથી દ્વારકા વિધાનસભા સીટ જીત્યા હતા. આ વખતે કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા પબુભા માણેકને આકરી ટક્કર આપી રહ્યા છે.

ખંભાળિયા સીટ પર આપનો સીએમ ચહેરો

ખંભાળિયા સીટ પર આપનો સીએમ ચહેરો

ખંભાળિયા વિધાનસભા સીટ મહત્વપૂર્ણ થઈ જાય છે કેમ કે આમ આદમી પાર્ટીએ આ સીટ પરથી પોતાના સીએમ ફેસ ઈસુદાન ગઢવીને ચૂંટણી મેદાનામં ઉતાર્યા છે, જ્યાં તેમનો મુકાબલો ભાજપના મુરુભાઈ બેરા અને કોંગ્રેસના વિક્રમભાઈ માડમ સાથે છે. અહીં ત્રિકોણીય લડાઈ થવાની ઉમ્મીદ છે. આ સીટ પર વિક્રમભાઈ માડમ 2017માં પણ ચૂંટણી જીત્યા હતા.

આ સીટ પરથી બે સીએમ ચૂંટાઈને આવ્યા

આ સીટ પરથી બે સીએમ ચૂંટાઈને આવ્યા

2002માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટ પશ્ચિમ સીટ પરથી જ પેટાચૂંટણી જીતી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટથી ચૂંટણી લડી હતી. ભાજપે બે વખતના ડેપ્યૂટી મેયર દર્શિતા શાહને ટિકિટ આપી છે, જે આમ આદમી પાર્ટીના દિનેસ જોશી અને કોંગ્રેસના મુનસુખભાઈ સામે ચૂંટણી લડી રહ્યાં છે. આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે જેને પાર્ટીએ 1985 બાદથી હારી નથી. રૂપાણીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઈન્દ્રનીલ રાજગુરુને 53755 મતે હરાવી આ સીટ જીતી હતી.

English summary
Gujarat Assembly Election 2022: Top 9 seats of Gujarat where the battle of prestige
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X