For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: કોંગ્રેસે જાહેર કરી 46 ઉમેદવારોની બીજી યાદી

કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે 46 ઉમેદવારોની પોતાની બીજી યાદી જાહેર કરી દીધી.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ આવ્યા પછી એક પછી એક બધા પક્ષો ઉમેદવારોના નામની યાદી જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે 46 ઉમેદવારોની પોતાની બીજી યાદી જાહેર કરી દીધી. આ પહેલા પાર્ટીએ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ, અત્યાર સુધી કુલ ઘોષિત ઉમેદવારોની સંખ્યા 89 થઈ ગઈ છે. વળી, ભાજપે ગુરુવારે એકસાથે 160 ઉમેદવારોની યાદીનુ એલાન કર્યુ હતુ.

congress

આ યાદીમાં ભુજમાંથી અરજણભાઈ ભુડિયા, જૂનાગઢથી ભીખાભાઈ જોષી, સુરત પૂર્વમાંથી અસલમ સાયકલવાલા, સુરત ઉત્તરમાંથી અશોકભાઈ પટેલ અને વલસાડમાંથી કમલકુમાર પટેલનુ નામાંકન કરવામાં આવ્યુ છે. પાર્ટીના નેતાઓના મતે કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તૈયાર છે. જેના કારણે આ વખતે ભારે વિચાર-વિમર્શ બાદ ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ પછી કોંગ્રેસ 77 સીટો સાથે બીજા ક્રમે હતી. 2017માં અન્ય પક્ષોનુ પ્રદર્શન ખાસ રહ્યુ ન હતુ. બીટીપીએ 2 બેઠકો, એનસીપીએ 1 અને અન્યોએ 3 બેઠકો જીતી હતી.

કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. કુલ 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

કોંગ્રેસ આ વખતે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કાઉન્ટડાઉન ચલાવી રાખ્યુ છે. પાર્ટીના નેતાઓના મતે ભાજપ સરકારનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. માટે આ ઘડિયાળ તેમના જવાનો સમય બતાવી રહી છે. તેની નીચે લખ્યુ છે - પરિવર્તનનો સમય, ભાજપ સરકારના છેલ્લા કેટલાક દિવસો.

English summary
Gujarat Assembly Election: Congress released 46 candidates second list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X