ગુજરાત ચૂંટણી 2017: BJPની ટિકિટની ડિમાન્ડ વધી, કારણ વિજય રૂપાણી?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં હાલ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં પરોવાયેલી છે, ત્યારે ઘણા મેયર અને પૂર્વ મેયર ભાજપની ટિકિટ મેળવવા માંગે છે. આ માટે તેમણે પોતાના તરફથી પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી એક સમયે રાજકોટના મેયર હતા. રાજકારણમાં તેમની ઉન્નતિને જોતાં હવે અમદાવાદના પૂર્વ મેયર, વડોદરા, રાજકોટ અને જૂનાગઢના મેયર પણ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે અને આથી તેઓ રાજ્યના મંત્રી કે ધારાસભ્યના રૂપે સેવા કરવાની ઇચ્છા દર્શાવી રહ્યાં છે.

Vijay Rupani

ચૂંટણી લડવા તૈયાર અમદાવાદના આ પૂર્વ મેયરો

અમદાવાદના મેયર ગૌતમ શાહે નારણપુરા કે એલિસબ્રિજની બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવે એવી વિનંતી કરી છે, તો અમદાવાદના પૂર્સ સિમી બોડીના પ્રમુખ અમિત શાહ વેજલપુર, નારણપુરા કે અલિસબ્રિજથી ચૂંટણી લડવા માંગે છે. અન્ય એક પૂર્વ મેયર કાનજી ઠાકોરે દાણીલિમડા કે પૂર્વ અમદાવાદની બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પૂર્વ મેયર અસિત વોરાએ મણિનગર બેઠક માટે ભાજપને વિનંતી કરી છે. ગૌતમ શાહે આ અંગે કહ્યું કે, પક્ષ જો મને જવાબદારી સોંપવા યોગ્ય સમજતી હોય તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું. અમદાવાદના પૂર્વ મેયર અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ અને એમએમસીમાં વિપક્ષના વર્તમાન નેતા દિનેશ શર્મા બાપુનગરથી કોંગ્રેસની ટિકિટ માંગી રહ્યા છે.

સુરત અને વડોદરા

સુરતના મેયર અસ્મિતા શિરોયા અને પૂર્વ મેયર નિરંજન જંજમેરે ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટ માંગી છે. શિરોયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે, તેમણે કહ્યું કે, સ્થાનિક ચૂંટણીમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને હવે હું એક ધારાસભ્ય તરીકે પોતાનું યોગદાન આપવા માંગુ છું. વધુ એક પૂર્વ મેયર અને ઉત્તર સુરતના વર્તમાન ધારાસભ્ય અજય ચોક્સીને તેમના જ મતવિસ્તારમાં વધુ એક તક મળવાની શક્યતા છે. વડોદરામાં તો મેયર તરીકે કામ કરી ચૂકેલ અને ટિકિટ માંગણી કરતા લોકોની યાદી ઘણી લાંબી છે, એમાં પ્રમુખ દાવેદારોમાં મહાપોર ભારત ડાંગરનો સમાવેશ થાય છે.

મહિલા મેયર પણ છે લાઇનમાં

ભાજપની ટિકિટ પર નજર ટકાવીને બેઠેલા પૂર્વ મેયરોમાં રાજ્યના મહાસચિવ શબદાર્શન બ્રહ્મભટ્ટ છે અને બીજા છે સુનીલ સોલંકી, જોએ વાડી-સિટી(એસસી)થી ચૂંટણી લડવા માંગે છે. બીજા અન્ય લોકો જેમને આ તક મળી શકે છે, એમાં બાલૂ શુક્લાનો સમાવેશ થાય છે, જેઓ લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. વર્તમાન ધારાસભ્ય મનીષા વકીલના સ્થાને મહિલા ઉમેદવારની જ પસંદગી થાય તો પૂર્વ મહિલા મેયર જ્યોતિ પંડ્યા અને ભારતી વ્યાસને ચૂંટણી લડવાની મંજરી મળી શકે છે.

English summary
Gujarat assembly polls: CM Vijay Rupani’s dream run spurs ticket rush. Read more Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.