For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના સ્પીકરે બાબા સાહેબ અને પીએમ મોદીને બ્રાહ્મણ ગણાવ્યા

ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમની તુલના બાબા સાહેબ સાથે કરી નાખી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમની તુલના બાબા સાહેબ સાથે કરી નાખી. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાબા સાહેબને બ્રાહ્મણ ગણાવતા કહ્યું કે ભગવાન કૃષ્ણ ઓબીસી જાતિના હતા, પરંતુ ઋષિ સંદીપનીએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જયારે તેઓ ગાંધીનગરમાં વિશાલ બ્રાહ્મણ બિઝનેસ સમિટ સંબોધિત કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે બ્રાહ્મણ બુદ્ધિમાન હોય છે અને પીએમ મોદી અને આંબેડકર બુદ્ધિમાન છે.

rajendra trivedi

બ્રાહ્મણ સત્તાના ભૂખ્યા નથી

ત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બ્રાહ્મણ ક્યારેય પણ સત્તાના ભૂખ્યા નથી રહ્યા. તેમને ઘણા રાજાઓને સફળતા અપાવી છે. જેમાં ચંદ્રગુપ્ત મોર્યથી લઈને ભગવાન રામ અને કૃષ્ણ પણ શામિલ છે. બ્રાહ્મણએ ભગવાનને બનાવ્યા. તેમને આગળ કહ્યું કે ભગવાન રામ ક્ષત્રિય હતા, પરંતુ ઋષિ મુનિઓ ઘ્વારા તેમને ભગવાન બનાવવામાં આવ્યા. ગોકુલના ચરવાહા આજે ઓબીસી તરીકે ઓળખાય છે. ભગવાન કૃષ્ણ ઓબીસીમાં આવે છે પરંતુ સંદીપની ઋષિએ તેમને ભગવાન બનાવ્યા.

ચંદ્રગુપ્તને બ્રાહ્મણ ઘ્વારા મળી સલાહ

ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન વ્યાસ મત્સ્યકન્યા ના દીકરા હતા અને બ્રાહ્મણએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપા ટિકિટ પર ગયા વર્ષે ગુજરાત વિધાનસભા ઈલેક્શન વડોદરાથી જીત્યું હતું. ત્યારપછી ત્રિવેદીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વિધાનસભા સ્પીકરની શપથ અપાવવામાં આવી હતી. ત્રિવેદીએ કહ્યું કે ચંદ્રગુપ્ત મોર્યને ચાણક્ય એ સલાહ આપી હતી. ચાણક્યએ તેને રાજા બનાવ્યો. પરંતુ સત્તાની ભૂખ ક્યારેય પણ રાખી ના હતી.

ઉકળતા દૂધમાં મલાઈ છે બ્રાહ્મણ

ત્રિવેદીએ બ્રાહ્મણની તુલના ઉકળતા દૂધમાં જામતી નરમ મલાઈ સાથે કરતા કહ્યું કે બ્રાહ્મણ એવી મલાઈ જેવા છે જે વાસણમાં ઉકાળ્યા પછી ચોંટી જાય છે. તેમને જણાવ્યું કે જે પણ બુદ્ધિમાન છે તેઓ બ્રાહ્મણ છે. મને એવું કહેવામાં કોઈ જ સંદેહ નથી કે બાબા સાહેબ બ્રાહ્મણ છે.

English summary
Gujarat assembly speaker says PM Modi and Baba Sahab is brahmin. He compares Lord krishna with OBC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X