For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાને મળશે ઉપાધ્યક્ષ : BJPના મંગુભાઇ ફાઇનલ

|
Google Oneindia Gujarati News

gujarat-assembly-house
ગાંધીનગર, 1 ઓક્ટોબર : ગુજરાત વિધાનસભામાં છેલ્લા 12 વર્ષોથી ખાલી પડેલા ઉપાધ્યક્ષના પદ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે 1 ઓક્ટોબર, મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ગૃહના અધ્યક્ષને મોકલી આપવાના છે. ઉપાધ્યક્ષ પદ માટેના આ નામો પર 3 ઓક્ટોબર, ગુરુવારના રોજ ચૂંટણી યોજાશે.

ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ દ્વારા દાણીલીમડાના દલિત ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે જ્યારે ભાજપ દ્વારા નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ વર્ષોથી ખાલી છે. પ્રણાલિકા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને ફાળવવામાં આવતું હતું પણ ભૂતકાળના એક કડવા અનુભવને લીધે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને નહીં ફાળવીને ખાલી રાખવામાં આવતું હતું.

કોંગ્રેસ દ્વારા ઉપાધ્યક્ષનું પદ ભરવા માટે અગાઉ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરવામાં આવી હતી પણ આખરે ઉપાધ્યક્ષના પદ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી સર્વાનુમતે જ કરવામાં આવતી હતી. હવે ભાજપ દ્વારા ઉપાધ્યક્ષ તરીકે પોતાના પક્ષના જ ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું નક્કી થતાં ભાજપ પક્ષે બહુમતી હોવાથી ઉપાધ્યક્ષપદે ભાજપ જે નામ નક્કી કરશે તે જ બનશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભામાં વર્ષ 2002થી ઉપાધ્યક્ષનું પદ ખાલી છે. તત્કાલિન અપક્ષ ધારાસભ્ય ઉપેન્દ્ર ત્રિવેદીની આ પદ પરથી વિદાય બાદ નવા કોઈની નિમણૂંક કરાઈ ન હતી. દરમિયાન ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહના અધ્યક્ષ વજુભાઈ વાળા અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે ઉપાધ્યક્ષનું પદ વિરોધપક્ષને આપવાની લોકશાહીની ઉમદા પ્રણાલિકા લોકસભામાં પણ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ઉપાધ્યક્ષનું પદ વિરોધપક્ષને આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત વિધાનસભાની પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિરોધપક્ષને ફાળવવું જોઈએ.

English summary
Gujarat Assembly will get vice chairman : BJP's Mangubhai Patel is final
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X