ગેંગસ્ટર દાઉદ લાલાની ATSએ કરી ધરપકડ
એટીએસને મળી મોટી સફળતા અમદાવાદના જુહાપુરામાંથી પકડી પાડ્યો કુખ્યાત ગેંગસ્ટર દાઉદ લાલા.
ગુજરાત માં ATS એ ગેંગસ્ટર દાઉદ લાલાની અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. રાજસ્થાનમાં સંખ્યા બંધ ગુનાઓમાં સંડોવાયેલા દાઉદ લાલને ધરપકડ કરી, ATSને મોટી સફળતા હાથે મળી છે. ગેંગસ્ટર દાઉદ લાલા ડી ગેંગના સાગરિત શરીફ ખાનનો પિત્રાઈ ભાઈ છે. તેણે રાજસ્થાનના ૧૧ માર્ચના રોજ નીબહાળા વિસ્તારમાં દુકાનોના જગડામાં ફારુક અને ફરીદ નામના બે ભાઈ પર ફાયરીંગ કરી એકની હત્યા કરી હતી.

ATSને બાતમી મળી હતી કે દાઉદ ખાન પઠાણ ઉર્ફે દાઉદ લાલા જેના પર રાજસ્થાનમાં ૧૨ જેટલા ગંભીર ગુનાઓના આરોપ લાગેલા છે તે હાલ જુહાપુરા વિસ્તારમાં છુપાયો છે. જેને લઇ ATSએ વોચ ગોઠવી દાઉદ લાલાને શાહ-એ-આલમ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે આ કેસમાં દાઉદ લાલાના અન્ય ભાઇ અને સાગરિતો પણ જોડાયેલા છે. અને પોલીસ આ ધરપકડ પછી તેમને પણ જલ્દી જ પકડી લેવા માંગે છે.












Click it and Unblock the Notifications
