For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નેશનલ બફેલો’ બનેલી કચ્છના બન્નીની ભેંસ નેનો કરતાં પણ મોંઘેરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

banni-buffalo-nano
ગાંધીનગર, 4 માર્ચ: કચ્છમાં બન્ની વિસ્તારમાં યોજાતા પશુમેળાઓથી બન્નીની ભેંસની સમગ્ર દેશે નોંધ લીધી છે, આજે કચ્છના બન્નીની ભેંસ ‘નેશનલ બફેલો' તરીકે ઓળખાવા લાગી છે, અગાઉ ૪૦ થી પ૦ હજારમાં મળતી બન્નીની ભેંસ આજે નેનો કાર કરતા પણ મોંઘી છે. આજે રૂા. ૩ લાખ ખર્ચતાં પણ બન્નીની ભેંસ મળતી નથી, એમ કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહીરે વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું.

વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, ભૂકંપ પછી કચ્છ ફરી કયારેય બેઠું નહીં થઇ શકે એવું લાગતું હતું ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક દશકામાં કચ્છને સિંગાપોર બનાવવું છે.' એવી જાહેરાત કરી હતી. આજે કચ્છ જિલ્લો સિંગાપોર કરતાં પણ વધારે સમૃદ્ધ થઇ ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘યથા રાજા તથા પ્રજા' મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાને મળતી ભેટ સોગાદો રાજ્યના તોષાખાનામાં જમા કરાવીને દેશમાં મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે. કન્યા કેળવણી નિધિ અને શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનું સ્તર સુધર્યું છે. આજે રાજ્યમાં મદારીના સંતાનો પણ કોમ્પ્યુટરના ટેરવે અંગ્રેજી ભાષા લખીવાંચી શકે છે.

વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, બક્ષીપંચ અને અનુ.જાતિ અને અનુ. જનજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે રૂા. ૧૦ લાખની લોન આપવામાં આવી રહી છે. આજે રપ૪ જેટલા વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની સહાયથી વિદેશની ધરતી પર અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બક્ષીપંચ તથા અનુ.જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં જઇને કોમર્સિયલ પાયલોટની તાલીમ લેવા માટે અગાઉ રૂા. ૧પ લાખની સહાય આપવામાં આવતી હતી.

તે પણ વધારીને રૂા. ર૦ લાખ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર સરકારને ચલાવવા માટે રાજકીય નિર્ણયો નથી લીધા, પરંતુ ગુજરાતના વિકાસ માટે તપ આદર્યું છે.

English summary
Gujarat Banni buffalo more costly than Tata's Nano.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X