બ્લેક ફંગસનું હૉટસ્પૉટ બન્યું ગુજરાત, 2200થી વધુ મામલા, 250 દર્દીના મોત
બ્લેક ફંગસનું હૉટસ્પૉટ બન્યું ગુજરાત, 2200થી વધુ મામલા, 250 દર્દીના મોત
દેશભરમાં કોરોના મહામારીનો કહેર હજી સુધી થમ્યો નહોતો કે વધુ એક મુસિબત સામે આવીને ઉભી છે. જેનું નામ મ્યૂકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ છે. હાલના સમયમાં આ બીમારીના કેસ તેજીથી વધી રહ્યા છે, જે કારણે કેટલાય રાજ્યોએ આ બીમારીને મહામારી ઘોષિત કરી દીધી છે. અત્યારે ગુજરાત સૌથી પ્રભાવિત રાજ્ય છે, જ્યાં 2 હજારથી વધુ મામલા નોંધાયા છે. એવામાં રાજ્ય હવે મ્યૂકોરમાઈકોસિસનું નવું હૉટસ્પૉટ બની ગયું છે.

કેન્દ્ર સરકાર મુજબ અત્યાર સુધી ગુજરાતમાં બ્લેક ફંગસના 2281 મામલા સામે આવ્યા છે. આ આંકડો દેશમાં અન્ય કોઈપણ રાજ્યથી વધુ છે. મ્યૂકોરમાઈકોસિસથી ગુજરાતમાં 250થી વધુ દર્દીઓના મોત થયાં છે. સૌથી વધુ મામલા અમદાવાદ, સુરત, રાજકોટમાંથી સામે આવ્યા છે. મામલાની ગંભીરતાને જોતાં સીએમ વિજય રૂપાણીએ મહામારી રોગ અધિનિયમ 1857ના પ્રાવધાન અંતર્ગત ફંગલ સંક્રમણને મહામારી ઘોષિત કરી દીધી છે.
જ્યારે બીજી તરફ બ્લેક ફંગસથી નિપટવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટના સિવિલ હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ બનાવી દેવામાં આવ્યા છે. અહેવાલ એવા પણ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના બેડ ફુલ થઈ ગયાં છે, કેમ કે તત્કાલ ઈલાજની આવશ્યકતા વાળા મામલા વધી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 500થી વધુ મામલા સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે મોર્ચો સંભાળ્યો અને જીવન રક્ષક દવા એમ્ફોટેરિસિન બી વહેંચવા માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દીધો. જો કે કેટલીક જગ્યાએ દવા માટે હંગામો થયો હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
બ્લેક ફંગસના લક્ષણો
- નાકથી અસામાન્ય કાળો સ્ત્રાવ અથવા લોહી વહેવું.
- નાક બંધ થઈ જવું, માથું દુખવું અથવા આંખો દુખવી, આંખોની ચારે તરફ સોજો આવી જવો, આંખો લાલ થઈ જવી, આંખો ખોલવામાં અસમર્થતા.
- ચહેરો સુન્ન થઈ જવો અથવા ચહેરા પર સોજો આવી જવો.
- મોઢું ખોલવામાં અથવા તો ખોરાક ચાવવામાં અસમર્થતા












Click it and Unblock the Notifications
