ગુજરાત: ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળે શપથ ગ્રહણ કર્યા, જાણો કોને કોને કરાયા શામેલ
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે. જેમા 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

- ભુપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
- રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
- જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
- ઋષિકેશ પટેલ, વીસનગર
- પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
- રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
- કનુભાઇ દેસાઈ, પારડી
- કિરીટસિંહ રાણા, લીંબડી
- નરેશ પટેલ, ગણદેવી
- પ્રદીપ પરમાર, અસારવા
- અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
- હર્ષ સંઘવી, મજૂરા
- જગદીશ પંચાલ, નિકોલ
- બ્રિજેશ મેરજા, મોરબી
- જીતુ ચૌધરી, કપરાડા
- મનીષા વકીલ, વડોદરા
9 રાજ્યકક્ષાના મંત્રી
- મુકેશ પટેલ, ઓલપાડ
- નિમિષાબેન સુથાર, મોરવા હડફ
- અરવિંદ રૈયાણી, રાજકોટ
- કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
- કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
- ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
- આર. સી. મકવાણા, મહુવા
- વીનુ મોરડિયા, કતારગામ
- દેવા માલમ, કેશોદ
ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેવા ફોન કરાયા હતા
શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા હતા, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા હતા.
આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.












Click it and Unblock the Notifications
