ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ

Subscribe to Oneindia News

ગુજરાતમાં આગામી 2017 વિધાનભા ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપે યોજેલ બે દિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ થયો છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇ કાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા.

amit shah

ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં આ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ખૂબ મહત્વના તેમજ અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવવાની હોવાથી ગણતરીના તથા વરિષ્ઠ નેતાઓ જ હાજર રાખવામાં આવ્યા છે. આજની શિબિરના આરંભે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શંકર ચૌધરી હાજર છે. જ્યારે સંગઠનમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને બે કેન્દ્રિય નેતાઓ વી. સતીશ અને ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યા છે.

English summary
gujarat bjp 2 days meet for 2017 election starts
Please Wait while comments are loading...