For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપની બૃહદ બેઠક 8 અને 9 જુલાઇના રોજ સૂરત ખાતે યોજાશે

હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી મળ્યા બાદ ગુજરાતમાં ભાજપની સૂરત ખાતે પ્રદેશ પદાધિકારીઓની બૃહદ બેઠક આગામી 8 અને 9 જુલાઇના રોજ મળશે. જેમા પ્રદેશના ધારાસભ્યોથી લઇને સાંસદો પ્રદેશના નેતાઓ મળીને 700 જેટ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી મળ્યા બાદ ગુજરાતમાં ભાજપની સૂરત ખાતે પ્રદેશ પદાધિકારીઓની બૃહદ બેઠક આગામી 8 અને 9 જુલાઇના રોજ મળશે. જેમા પ્રદેશના ધારાસભ્યોથી લઇને સાંસદો પ્રદેશના નેતાઓ મળીને 700 જેટલા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો પણ સમય માંગવામાં આવ્યો છે. તેમજ આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસૂખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ હાજર રહેશે.

C R PATIL

ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત ગીતનું લોન્ચિંગ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવ્યું. આ ગીત ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કેટલાક આગેવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જેમાં કોંગ્રેસના લેબરસેલના પ્રમુખ મહેશભાઇ વણકર, કોંગ્રેસના આગેવાન કાલિદાસભાઇ વસાવા,બીટીપી પાર્ટીના ઉપપ્રમુખ મુકેશભાઇ વસાવા,જાણીતા સામાજીક આગેવાન પ્રદિપસિંહ માટીએડા સહિતના કાર્યકરો આજે ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ્સમા શરૂઆત કરવામાં આવી જેમાં બુથ સ્તરેથી માહિતી એકત્ર કરી તમામ ડેટાબેસ ડેસબોર્ડ એપ્લિકેશનમાં એનાલિસીસ કરવામાં આવનાર છે. બુથ સ્તરે મતદારોનો સંપર્ક કરી ડેટા મુકવામાં આવશે.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માહિતી આપતા જણાવ્યું કે, ભાજપમાં નવા કાર્યકરોને જોડવા માટેનું એક અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યુ છે. ગુજરાતમાં એક કરોડ 13 લાખથી વધુ પ્રાથમિક સદસ્ય છે અને 67 લાખથી વધુ પેજ કમિટિના સભ્યો નોંધાંયા છે.દર અભિયાન વખતે આશરે 20 ટકા સભ્યો વધુ જોડાવાનો પ્રયાસ કરવામાં આવે છે. નવા કાર્યકરોને ભાજપમાં જોડાવાના અભિયાનમાં ગુજરાત આગળ છે. ખૂબ ઓછા સમયમાં વધુમાં વધુ સભ્યો જોડાવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે. જન સંપર્ક પ્રેસેડિન્ટ ડેશ બોર્ડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમથી ઘરે ઘરે જઇ દરેક વ્યકિતનો અભિપ્રાય લેવાશે તેમજ 50 હજારથી બુથમાં જન સંપર્ક કરી ડેટાનું એકત્રી કરણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજના વિશે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરાશે. રાજકારણમાં મતદાતા સર્વોપરી છે. મતદારોનો અભિપ્રાય જણાવાનો પ્રયાસ કરવો જરૂરી છે. આશરે પચાસ લાખથી વધુ પરિવારો સુઘી પહોંચાવાનો પ્રયત્ન કરવામાં આવશે.આજે જે સદસ્યતા અભિયાન ગીત લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કરાયેલા કામોની ઝલક દર્શાવામાં આવી છે.

સી.આર.પાટીલે આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે, સુરત ખાતે પદાધિકારીશ્રીઓ તથા આમંત્રીત સભ્યોની બેઠક આગામી 8 તારીખ યોજાશે અને 9 તારીખ સુઘી ચાલશે. મુખ્ય બેઠક એક દિવસ 9 તારીખે 10 થી 5 દરમ્યાન યોજાશે.આ બેઠકમા આગામી વિઘાનસભા ચૂંટણીમાં વધુ સારી રીતે જીત કેવી રીતે ભાજપ મેળવે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રભારી ભુપેન્દ્રભાઇ યાદવજી,સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેશે.

English summary
Gujarat BJP launches song under member campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X