For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપમાં યાદવાસ્થળીના એંધાણ?

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવ્યા બાદ હવે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીમો તાજ પહેરાવવામાં આવ્યો છે. જે પરિસ્થિતી સર્જાતી જોવા મળી રહી છે તે અનુસાર ભુપેન્દ્ર પટેલ માટે આ તાજ કાંટાળો તાજ સાબિત થાય તો નવા નહી.

By Desk
|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવ્યા બાદ હવે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જે પરિસ્થિતી સર્જાતી જોવા મળી રહી છે તે અનુસાર ભુપેન્દ્ર પટેલ માટે આ તાજ કાંટાળો તાજ સાબિત થાય તો નવાઈ નહી. એક તરફ રાજ્યમાં સરકાર વિરૂદ્ધ લોકોનો ગુસ્સો અને બીજી તરફ ભાજપમાં જ તેમના સિનિયર નેતાઓને ખુશ રાખવા તેમના માટે આસાન નહીં હોય.

Bhupendra Patel

ભાજપમાં અંદરથી જે પ્રકારની વાતો આવી રહી છે તે મુજબ, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે હાલ ભુપેન્દ્ર પટેલ સાથે સ્ટેજ પર જોવા મળતા હોય પરંતુ સબસલામતની સ્થિતી નથી. વિજય રૂપાણીએ હજુ પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાન છોડ્યુ નથી. સુત્રોનું માનિએ તો વિજય રૂપાણી સરકારમાં રહેવાની ઈચ્છા રાખે છે પરંતુ ભુપેન્દ્ર પટેલ તમામ જુના ચહેરાઓને બહારનો રસ્તો દેખાડવા મક્કમ હોવાની પણ વાત છે. જો આવું થાય તો વિજય રૂપાણી નારાજ થઈ શકે છે. આ સ્થિતીમાં ભાજપ શું કરે તે જોવાનું રહેશે.

ગુજરાતમાં ભાજપ માટે કાયમ નીતિન પટેલ માથાનો દુખાવો બનીને રહ્યાં છે. સરકારમાં મોસ્ટ સિનિયર મનાતા નીતિન પટેલ પોતાની જીદ માટે જાણીતા છે. ગઈ વખતે સરકારમાં એમને ગમતા મંત્રાલય ન મળતા તે કોપ ભવનમાં ચાલ્ય ગયા હતા. આખરે ભાજપે તેમની સાથે સમાધાન કરીને તેમને નાયબ મુખ્યમંત્રી પદ અને નાણાં મંત્રાલય આપીને મનાવવા પડ્યા હતા. આ સ્થિતીમાં હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં નીતિન પટેલને કોઈ હોદ્દો ન મળે તો શું સ્થિતી થાય તે વિશે કંઈ વધારે કહેવાની જરૂર રહેતી નથી.

હાલના સંજોગોમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા નીતિન પટેલને ભાજપે સત્તાથી તો દુર રાખ્યા છે પરંતુ હવે આગામી સમયમાં પટેલ કઈ બાજુ પગ માંડે તે ભાજપને પણ ખબર નથી. મળતી વિગતોને સાચી માનીએ તો, ભુપેન્દ્ર પટેલ જેવા જુનિયર નેતા નીચે કામ કરવું નીતિન પટેલ જલ્દી સ્વીકારે તેના ઓછા સંજોગો છે. આ સ્થિતીમાં નીતિન પટેલ હાઈકમાન માટે માથાનો દુખાવો બની શકે છે. એમ કહેવું ખોટુ નહીં હોય કે ગુજરાતમાં ભાજપ માટે વિજય રૂપાણી કરતા નીતિન પટેલ મોટુ ટેન્શન છે. એક સમયે વિજય રૂપાણીને સાચવી શકાય પરંતુ નીતિન પટેલનો ભુતકાળ જોતા ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે.

ગુજરાતની રાજનીતિમાં નેતૃત્વ સંગઠન અને સિનિયોરીટી તમામ બાબતોમાં નીતિન પટેલનો ભાજપ પાસે કોઈ જવાબ નથી. ત્યારે હવે પટેલ પાર્ટીથી નારાજ થાય તે ભાજપને પરવડે તેમ નથી. આ તમામ બાબતોને જોતા ગઈકાલથી જ પટેલ અને રૂપાણીને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થયાના પણ સમાચારો આવી રહ્યાં છે.

આ તો વાત થઈ વિજય રૂપાણી અને નીતિન પટેલની, પરંતુ હાલ સરકારમાં રહેલા પ્રદિપસિંહ જાડેજા ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, જયેશ રાદડિયા અને કુવરજી બાવળીયા જેવા નેતાઓ સાથે કામ લેવુ ભાજપ માટે આસાન નથી રહેવાનું. આ નેતાઓમાંથી પણ નારાજગીના સમાચારો આવી શકે છે.

English summary
Gujarat BJP likely to have a big fight?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X