ગોળીબાર કેસ: જેઠા ભરવાડને મળ્યા જામીન, પંચમહાલમાં પ્રવેશ પર પ્રતિબંધ

jethabhai-bharawad
અમદાવાદ, 5 ફેબ્રુઆરી: ગુજરાત હાઇકોર્ટે સોમવારે ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડના જામીન મંજૂર કર્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફાયરિંગના મામલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જસ્ટિસ અનંત એસ દવેએ અધિકારીઓને જેઠા ભરવાડને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો તથા ત્રણ મહિના સુધી પંચમહાલ જિલ્લામાં પ્રવેશ ન કરવા પર પ્રતિબંધ ફરમાર્યો હતો. આ શરતના આધારે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યાં હતા. જેઠા ભરવાડે રૂ. ૧૦ હજારના બોન્ડ તથા પાસપાર્ટ જમા કરાવવાનો રહેશે.

ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન ગોળીબાર થયો હતો જેમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં જેઠાભાઇને પણ માથામાં ઇજા થઇ હતી અને તેમણે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ તેઓ ભાગી છુટ્યા હતા અને ગોધરાની સેશન્સ જજે તેમના જામીન અરજી ફગાવી કાઢ્યા બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા.

દરમિયાન પોલીસે તેમની અને બોડીગાર્ડ તથા અન્ય પાંચ જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો. જેઠા ભરવાડે પોતાના બોડીગાર્ડના હથિયારથી મતદાન કેન્દ્ર પર હાજર લોકો પર ગોળી ચલાવી હતી. જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાના શહેરાથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમને ચુંટણી જીતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X