Gujarat BJP President: જગદીશ વિશ્વકર્માએ ભર્યું ઉમેદવારી ફોર્મ, નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
Gujarat BJP President: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ માટે ચાલી રહેલી લાંબી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ ઔપચારિક રીતે આ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તેમણે ચૂંટણી અધિકારી ઉદય કાનગડને નિયત સમયમાં ફોર્મ સુપરત કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, આ પદ માટે અન્ય કોઈ નેતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ નિયુક્તિ થવી લગભગ નિશ્ચિત છે. તેમની પસંદગી પાછળ પક્ષની સર્વોચ્ચ નેતાગીરીની સહમતી છે, જેથી તેમની સત્તાવાર જાહેરાત ગણતરીના સમયમાં જ થઈ જશે.

વિશ્વકર્માની કામગીરી પર પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે
જગદીશ વિશ્વકર્મા, જેઓ રાજ્યમાં OBC સમાજના એક મજબૂત અને લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાય છે, તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિયુક્તિને ભાજપની સામાજિક સમીકરણો સાધવાની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. સંગઠનમાં પૂર્વમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો અનુભવ ધરાવતા વિશ્વકર્માની કામગીરી પર પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે. બિનહરીફ વરણી નક્કી થતાં જ ગુજરાત ભાજપના તમામ મોટા નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું છે. નેતાઓનો વિશાળ સમર્થન તેમની આગામી નેતૃત્વની સફળતાના સંકેત આપે છે.
જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિથી ગુજરાત ભાજપના સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર થવાની સંભાવના છે. મંત્રી તરીકેની જવાબદારી સાથે હવે તેઓ સંગઠનના વડા તરીકેની ભૂમિકા ભજવશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, વિશ્વકર્માએ સંગઠનને વધુ મજબૂત બનાવીને કાર્યકરોને એક તાંતણે બાંધવાની મોટી જવાબદારી નિભાવવાની રહેશે. તેમની બિનહરીફ વરણી એ દર્શાવે છે કે, પક્ષમાં તેમના નામ પર સર્વસંમતિ છે અને તેઓ પક્ષના નીચલા સ્તરથી લઈને ટોચના નેતાઓ સુધી બધાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા ?
12 ઓગસ્ટ અને 1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇનચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદો સંભાળ્યો હતો. આ પછી તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીની પક્ષે તેમની નોંધ લેવાઈ હતી. આ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા.
હાલમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે, અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.
ગુજરાતની રાજનીતિમાં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે. તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં, પણ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક અગત્યનો ચહેરો બનીને ઉભર્યા છે.
જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ) તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના અમદાવાદ વિસ્તારમાંથી આવે છે. તેઓ ન માત્ર સંગઠનાત્મક કુશળતા ધરાવે છે, પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ તેમની મજબૂત પકડ છે.
રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે. તેમણે SY B.A., MBA ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
