For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 10 વાગે ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનુ પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટ-2022નુ પરિણામ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટ-2022નુ પરિણામ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. બોર્ડની વેબસાઈટ result.gseb.org પરથી બોર્ડની પરિણામ જોઈ શકાશે. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

gseb

તમને જણાવી દઈએ કે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે માર્ચ-એપ્રિલ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2022નુ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.12-05-2022ના રોજ સવારે 10.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમનુ પરિણામ બેઠક ક્રમાંક(Seat number) Enter કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસ.આર શાળા મુજબ મોકલવા અંગની જાણ પછીથી કરવામાં આવશે.

પરીક્ષા પછી ગુણચકાસણી, દફ્તર ચકાસણી, નામ સુધારો, ગ્રુપ સુધારો, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરુરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફૉર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા એક લાખ સાત હજાર 694 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી એક લાખ બે હજાર 913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.

આ રીતે પરિણામ કરો ચેક

  • સૌથી પહેલા વેબસાઈટ gseb.org પર જાવ.
  • હવે તમને GSEB 12th Science Result લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારો રોલ નંબર અને માંગેલી અન્ય માહિતી નાખો.
  • તમારુ રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.
  • હવે તમે ઈચ્છો તો રિઝલ્ટને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

પરિણામ જાણવા માટે ડાયરેક્ટ આ લિંક પર ક્લિક કરો. http://result.gseb.org/

English summary
Gujarat board 12th science and Gujcet 2022 result to be announce 10 am today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X