ગુજરાતમાં ધો. 12ની પૂરક પરીક્ષાનું આવતીકાલે પરિણામ, જાણી શકાશે વેબસાઈટ અને વોટસએપથી રિઝલ્ટ
Gujarat: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં એક કે બે વિષયમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષા બાદ જૂન મહિનામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું આવતીકાલે 12 જુલાઈએ સવારે 8.00 વાગ્યે પરિણામ જાહેર થશે. શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

Std-12 Science Supplementary Exam result
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન-જુલાઈ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે શનિવારે સવારે 8.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારથી જ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.












Click it and Unblock the Notifications
