For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' અંતર્ગત લોકોને અપાશે બુસ્ટર ડોઝ

ગુજરાતમાં રેકોર્ડબ્રેક રસીકરણ બાદ હવે સરકારે પ્રિકોશન ડોઝ આપવાની યોજનાની જાહેરાત કરી છે. સરકારની 30 સપ્ટેમ્બર સુધીમાં ૧૮-૫૯ વર્ષના વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે કોવિડ રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવાની યોજના છે. રાજ્યના ફ્રન્ટ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રેકોર્ડબ્રેક રસીકરણ બાદ હવે સરકારે પ્રિકોશન ડોઝ આપવાની યોજનાની જાહેરાત કરી છે. સરકારની 30 સપ્ટેમ્બર સુધીમાં ૧૮-૫૯ વર્ષના વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે કોવિડ રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવાની યોજના છે. રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સને કોવીડ વેક્સીનેશનના પ્રિકોશન ડોઝ આપવા માટે આગામી ત્રણ દિવસ ૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ યોજાશે.

Vaccination

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં "કોવિડ વેક્સીનેશન અમૃત મહોત્સવ" અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત ૧૫ જુલાઇથી ૧૮-૫૯ વર્ષની વયજૂથના લાભાર્થીઓને સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના સૌ નાગરિકો પણ આ બુસ્ટર ડોઝ લઇ સુરક્ષીત થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સને કોવીડ વેક્સીનેશનના પ્રિકોશન ડોઝ આપવા માટે આગામી ત્રણ દિવસ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ યોજાશે. જે અંતર્ગત આશા બહેનો, આંગણવાડી વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સના લાભાર્થીઓને મોબલાઇઝ કરવામાં આવશે. એટલુ નહિ, વિવિધ વિભાગો સાથે સંકલન કરી જે તે વિભાગની કચેરીમાં જ વેક્સિનેશન સેશનનું આયોજન કરી ફ્રન્ટ લાઇન વર્કર્સનું વેક્સીનેશન કરવામાં આવશે.

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર ૧૫મી જુલાઇથી શરૂ કરી ૭૫ દિવસ સુધી એટલે કે આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી આ કોવિડ રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ૧૮થી ૫૯ વર્ષ વયજૂથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ કરી ચૂક્યાં છે તેમના માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. 30 રાજ્યમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજૂથના અંદાજિત ૪ કરોડ પાત્ર લાભાર્થીને આ પ્રિકોશન ડોઝનો લાભ મળશે. જેના માટે અંદાજિત દૈનિક ૬ હજાર કોવિડ વેક્સિનેશન કેન્દ્રો પર ૧૨ હજારથી વધુ તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

પ્રથમ અને બીજા ડોઝની જેમ જ વિવિધ સરકારી સંસ્થાઓ અને જાહેર સ્થળો પર રસીકરણ કેન્દ્રો ઊભા કરી તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે અને આગામી ૭૫ દિવસોમાં મહત્તમ લાભાર્થીઓને આવરી લઈ સ્વસ્થ ગુજરાતના નિર્માણનું આયોજન છે.

English summary
Gujarat: Booster dose will be given to people under 'Covid Vaccination Amrit Mohotsav'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X