Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Budget 2022 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ

3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2022

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનારી રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે.

  • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના 60 થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ રૂપિયા 750 માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં રૂપિયા 250 નો વધારો કરી રૂપિયા 1000 માસિક પેન્‍શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ રૂપિયા 1000 માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં 250 નો વધારો કરી 1250 માસિક પેન્‍શન આપવામાં આવશે. જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઇ 977 કરોડ.
  • રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજનામાં લાભાર્થીઓને હાલ રૂપિયા 600 માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં રૂપિયા 400 નો વધારો કરી રૂપિયા 1000 માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ 35 કરોડ.
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે જોગવાઇ 500 કરોડ.
  • ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 43 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે રૂપિયા 250 નો વધારો કરવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ 446 કરોડ.
  • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે હાલ રૂપિયા 600 આપવામાં આવે છે. જેમાં રૂપિયા 300નો વધારો કરી ગણવેશ સહાય માટે રૂપિયા 900 આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ 374 કરોડ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે માસિક રકમ રૂપિયા 1500 આપવામાં આવે છે, જેમાં રૂપિયા 660 નો વધારો કરી માસિક રકમ રૂપિયા 2160 આપવા માટે જોગવાઈ રૂપિયા 288 કરોડ.
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે જોગવાઇ 205 કરોડ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે જોગવાઈ 19 કરોડ.
  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના થકી લાભાર્થીઓને લોન આપવા માટે જોગવાઇ 105 કરોડ.
  • ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1 લાખ 70 હજાર કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે જોગવાઇ 70 કરોડ.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં 500 નો વધારો કરવામાં આવશે.
  • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સાધનો પૂરા પાડવા જોગવાઈ 52 કરોડ.
  • કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને સહાય માટે જોગવાઇ 42 કરોડ.
  • સંકટ મોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે જોગવાઇ 21 કરોડ.
  • ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં હાલની સહાય 1 લાખ આપવામાં આવે છે. જેમાં 1.5 લાખનો માતબર વધારો કરી 2 લાખ 50 હજાર સહાય આપવામાં આવશે. જેના માટે જોગવાઇ 15 કરોડ.
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ જોગવાઇ 9 કરોડ.
  • ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયોનું મકાનભાડું વિદ્યાર્થીદીઠ ગ્રામ્ય વિસ્તારમાં માસિક 50 માંથી વધારી 100, નગરપાલિકા વિસ્તારમાં માસિક 70 માંથી વધારી 140 અને મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક 90 માંથી વધારી 180 કરવામાં આવશે.
  • વિકસતી જાતિ માટેની ડે સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં 600 થી 2200 સુધીનો વધારો કરવામાં આવશે.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા હાલ 5000 સહાય આપવામાં આવે છે જેમાં 3000નો વધારો કરી 8000 સહાય આપવામાં આવશે.
  • પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સહાય 30 હજાર આપવામાં આવે છે, જેમાં 70 હજારનો માતબર વધારો કરી 1 લાખની સહાય આપવામાં આવશે.
  • દિવ્યાંગજનોને ભાવનાત્મક ટેકો આપવા સાંકેતિક ભાષાની વીડિઓ કોલ સહિત રાજ્યકક્ષાની નવી 24X7 હેલ્પ લાઇન સુવિધા શરૂ કરવામાં આવશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X