For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2022 : ઈન્ડસ્ટ્રીઝને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુસ્ટ માટે મેજર પોલિસીની અપેક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Budget 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. બપોરે 1.30 વાગ્યે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

gujarat budget 2022

ગુજરાત વિધાનસભાનું એક મહિનાનું બજેટ સત્ર 2 માર્ચના રોજથી શરૂ થશે અને નાણાકીય વર્ષ 2022-23નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. આ બજેટ સત્રમાં સુખરામ રાઠવા વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ કરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક મુદ્રામાં વ્યૂહરચના અપનાવે તેવી અપેક્ષા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ હશે અને મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરના પ્રતિનિધિઓએ ઉદ્યોગને ખૂબ જ જરૂરી દબાણ આપવા માટે મેજર પોલિસી બૂસ્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મોટી આશા રાખવામાં આવી રહી છે.

જે કારણે સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગો ઇચ્છે છે કે, રાજ્યનું બજેટ પુનઃપ્રાપ્તિ (રિકવરી)ની ગતિને વેગ આપવા માટે વધુ નીતિગત પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાને કારણે ઘણી રાહતોની જાહેરાત થવાની પણ આશા રાખવમાં આવી રહી છે.

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારની આવકને પણ અસર કરી છે, ત્યારે ચૂંટણી વર્ષમાં સામાજિક કલ્યાણ યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. કોવિડ 19 મૃત્યુ, સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને મહિલાઓ અને ખેડૂતો પર અત્યાચાર જેવા મુદ્દાઓ બજેટ સત્રમાં ચર્ચાઓ અને વિચારણા પર પ્રભુત્વ ધરાવે છે તેવી અપેક્ષા છે.

જેમ્સ અને જ્વેલરી એ ગુજરાતમાં રોજગારીનું સર્જન કરતું મુખ્ય ક્ષેત્ર છે અને ઓછામાં ઓછા 5,000 જ્વેલરી ઉત્પાદન એકમોનું હબ છે. તમામ ગોલ્ડ જ્વેલરીના વેચાણ માટે BIS હોલમાર્કિંગના ધોરણો ફરજિયાત બનાવ્યા બાદ BIS હોલમાર્કિંગ સેન્ટરમાં ટર્નઅરાઉન્ડ ટાઈમ વધવાથી ઝવેરીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના સમર્થન સાથે ગુજરાતમાં વધુ BIS હોલમાર્કિંગ કેન્દ્રો સ્થાપવામાં આવે તેવી સોનાના ઝવેરીઓએ માગ કરી છે.

English summary
Gujarat Budget 2022: Industries Expect huge Policy for Infrastructure Boost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X