Gujarat budget 2024: જળસંપત્તિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજ્યમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.
કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો 4118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2255 કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે 2700 કરોડની જોગવાઇ.

નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે, તેમાં બાકી રહેતી કામગીરી માટે 432 કરોડની જોગવાઈ.
પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે 220 કરોડની જોગવાઇ.
ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે 150 કરોડની જોગવાઈ.
સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ.
ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે 236 કરોડની જોગવાઇ.
સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત 160 કરોડના ખર્ચે જોડવાનું આયોજન.
પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે 150 કરોડની જોગવાઇ.
પ્રગતિ હેઠળની અંદાજિત 1020 કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે 150 કરોડની જોગવાઇ.
દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો/વિયર બનાવવા માટે 130 કરોડની જોગવાઈ.
સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે 125 કરોડની જોગવાઇ.
કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે 120 કરોડની જોગવાઈ.
પ્રગતિ હેઠળની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે 96 કરોડની જોગવાઇ.
અંદાજિત 132 કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે 80 કરોડની જોગવાઇ.
અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 60 કરોડની જોગવાઇ.
મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે 55 કરોડની જોગવાઈ.
બનાસકાંઠા જિલ્લામાં બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈનની કામગીરી માટે 50 કરોડની જોગવાઈ.
પ્રગતિ હેઠળની અંદાજિત 110 કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 46 કરોડની જોગવાઇ.
પ્રગતિ હેઠળની અંદાજિત 250 કરોડના ખર્ચની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 45 કરોડની જોગવાઇ.
કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે 45 કરોડની જોગવાઈ.
મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ.
મેશ્વો જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ.
હાથમતી જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ.
ભાડભૂત યોજના
ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે 1167 કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના
ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔધોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજ્યમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે 4798 કરોડની જોગવાઈ.
કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે 765 કરોડની જોગવાઈ.
નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે 590 કરોડની જોગવાઈ.
અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા 300 કરોડની જોગવાઈ.
નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે 186 કરોડની જોગવાઈ.
ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે 136 કરોડની જોગવાઈ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
