Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat budget 2024: પાણી પુરવઠા વિભાગ માટે 6242 કરોડની જોગવાઇ

Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળસુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટરગ્રીડના સારા પરિણામો મળ્યા છે. આજે વોટરગ્રીડના કારણે મહિલાઓને દૂરથી પાણી લાવવાની પળોજણમાંથી મુક્તિ મળી છે.

સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહેલ છે. નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સિદ્ધિ હાંસલ કરી ગુજરાતે આ દિશામાં નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીના માળાખાને સુદ્રઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકીથી માળીયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન 1200 કરોડના ખર્ચે નાખવાની યોજના હાથ ધરવાની હું જાહેરાત કરું છું.

Gujarat budget 2024

આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 5062 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓમાં આવરી લેતી અંદાજિત 6500 કરોડની સુધારણા તથા નવીન જૂથ યોજનાના કામો પ્રગતિ હેઠળ.

આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 1122 કરોડની જોગવાઇ.

ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંદાજિત 866 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 23 ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઈપ લાઈન આધારીત ધરમપુર જૂથ પાણીપુરવઠા યોજના પેકેજ 2નું અંદાજિત 107 કરોડના ખર્ચે આયોજન.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલ્લભીપુર નર્મદા બ્રાંચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઇ-ભેંસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે.

આ આયોજન અંતર્ગત બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત 644 કરોડના કામો પૂર્ણતાના આરે.

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની 97 કિમી બલ્ક પાઇપલાઇનના અંદાજિત 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ જૂનાગઢ જિલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની 63 કિમી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 392 કરોડના કામો પ્રગતિ હેઠળ ઢાંકીથી માળીયા સુધીની નવીન 120 કિમી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 1200 કરોડના કામોનું આયોજન.

સૂક્ષ્મ સિંચાઇ

ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ વસાવવા માટે સહાય આપવા ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ 2500 કરોડની જોગવાઇ.

ભારત સરકાર સહાયિત 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇ માટે સહાય આપવા 200 કરોડની જોગવાઇ.

જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે 403 કરોડની જોગવાઇ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X