Gujarat budget 2024: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજયના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજયે અંતરિયાળ વિસ્તારથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે.
આગામી સમયમાં રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સરકારની પ્રાથમિકતા છે.

પ્રગતિ હેઠળના કામો:
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે 5000 કરોડની જોગવાઇ.
દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે 2440 કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ 46 રસ્તાઓ અને પુલો માટે 989 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 216 કરોડની જોગવાઈ.
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે ૨૮૪ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ જેના માટે 100 કરોડની જોગવાઈ.
અંદાજિત 1600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે 318 કરોડની જોગવાઈ.
ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ - પીપળી, સુરત - સચિન - નવસારી, અમદાવાદ - ડાકોર, ભુજ -ભચાઉ, રાજકોટ - ભાવનગર, મહેસાણા - પાલનપુર સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે 222 કરોડની જોગવાઈ.
દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટૂરિસ્ટ સર્કિટને જોડતાં કુલ 17 રસ્તાઓના વિકાસ માટે 567 કરોડનું આયોજન. જેના માટે 526 કરોડની જોગવાઈ.
જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના 530 કરોડના કામો માટે 270 કરોડની જોગવાઈ.
મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 1159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 1749 કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વપયે રાજ્યના 3015 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની 660 કિમીની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 600 કરોડની જોગવાઈ.
વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 246 કરોડની જોગવાઇ.
962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર માર્ગીય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે. ફાટક મુક્ત અભિયાન અંતર્ગત રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વતયે રેલ્વે ક્રોસિંગો પર આરઓબીની કામગીરી અન્વકયે 2849 કરોડના ખર્ચે કુલ 49 કામો પ્રગતિ હેઠળ.
ભરૂચ દહેજ રસ્તા પર 420 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ.
કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-65ના રસ્તાને વિકસાવવા માટે 200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
હિંમતનગર બાયપાસના રસ્તાને 75 કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.
ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું 136 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું 89 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે 125 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
નવા કામો :
અંદાજિત 2000 કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનિંગ અને મજબુતીકરણની કામગીરી માટે 700 કરોડની જોગવાઈ.
અંદાજિત 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 450 કરોડની જોગવાઈ.
અંદાજિત 800 કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનિંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફ્ટી સંબંધિત કામગીરી માટે 300 કરોડની જોગવાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
