Gujarat budget 2024: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરવામાં આવેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.
જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો, નદીઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન-અભ્યારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે.

ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતાં વર્ષમાં 31 હજાર હેકટરમાં વાવેતર કરવાની નેમ છે.
મિષ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે.
વન અને પર્યાવરણ વિભાગ માટે બજેટમાં જોગવાઇ
વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે 950 કરોડની જોગવાઇ.
વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 550 કરોડની જોગવાઇ
વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે 400 કરોડની જોગવાઇ.
વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ 185 કરોડની જોગવાઇ.
ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે 31 કરોડની જોગવાઇ.
મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટૂરિઝમ સાઇટના વિકાસ માટે 372 કરોડના ખર્ચે આયોજન કરાયું છે. જે પૈકી 17 કરોડની જોગવાઇ.
ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે 20 કરોડની જોગવાઇ.
બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે 2 કરોડની જોગવાઇ.
પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્દ્રો નાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્સઓનો વ્યાપ વધારવા માટે 1 કરોડની જોગવાઇ.
દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે 7 કરોડની જોગવાઇ.
વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટયરની સ્થાપના માટે 2 કરોડની જોગવાઇ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
